________________
૪
જીવદયામાં મસ્તમન, પર દુઃખે દુખી હોય; દુહવે નહી કાઈ જીવને, ધર્મ કહીએ સાય. * મર કહેતાં પણ દુખ લડે, મારે કિમ નવિ હાય; ઈમ જાણી જીવ ઉગારીએ, દુરગતિ લહે ન કોય. ૫ ઇંદ્ર ચંદ્ર નાગીદ્રને, કીડ કથુઆ જાસ; મરવું કાઈ વાંછે નહી, સહુને સરખી આશ. જિનશાસનમાં પામીએ, હસ્તિ પદ ઉપમાય; તે કારણ હવે સાંભળો, જિનશાસન સુખદાય. પચ અધ એક દેખતા, પુછે હસ્તિ સ્વરૂપ; અશ્વ સમગ્રહ નવી લહે, દેખતા કહે તસ રૂપ. કેવલજ્ઞાન વિના નહી, લોકાલોક પ્રકાશ; અધ સ્પર્શ તે દાખવે, જેહના જેવા અભ્યાસ. શરણે આવ્યે સરાખવા, હઠ મ કરો મધ્ય અયાંણુ; પાતકી અંત જો લીજીએ, તવ તે પ્રથમ કલ્યાણુ. ૧૦ મૂલ અર્થ એહના લહી, ઘટમાં રાખે જે; હીરવર્ધન શીષ્ય એમ કહે, નિર્મળ હાએ સદેહ. ઢાળ ૩૧ મી.
(ઉઠ કળાલણ ભર ધારે. એ દેશી. ) શુદ્ધ રસમય દેશનારે, મુનિવર ભાખે સાર; ચઉગતિમાં ભવી પ્રાણીયા હૈ, દુર્લભ અગ એ ચાર. ભવીજન સાંભળેા એ, ધર્મ દેશના સાર. એ આંકણી. દુર્લભ નરભવ પામવા હે, લહી સુલભ સસાર; પ્રથમ અંગએ નામથી હા, ખીજો હવે અવધાર. જિનવયણાં સાધુ મુખે હૈ, ઠવણા મીલેવજી એહ; સઘળાં ક્ષેત્રે નહી સદા હે, ગુરૂ જોગવાઇ ગુણુગેહ.
યત:—છા.
નરભવ આર્ય દેશ દેવ, ગુરૂ સ ́ગમ આદરા; શ્રાવક કુળ અવતાર, સુખ સપત્તિ શું સોહર;
૧ દુભવે-દુઃખ દીએ. ૨ હાથી.
૧૧
ભ. ૧
લ. ૨
ભ. ૩