________________
પાના નં.૩૩
શહેરોમાં પૂજય સાધુ/ સાધ્વીજીઓ માટે અભ્યાસ વ્યવસ્થા.
પ્રશ્ન-૫
આર્થિક અને શૈક્ષણિક કારણોસર ગામડાઓ ભાંગ્યાં છે, શહેરીકરણ ખૂબ ઝડપે થયું છે અને થઈ રહ્યું છે. વિહાર ક્ષેત્રો / ચાર્તુમાસ ક્ષેત્રો મહદઅંશે હવે શહેરો છે. શહેરોમાં પણ અમદાવાદ, મુંબઈ, સૂરત મુખ્ય બની રહ્યાં છે. સૂરતની જ વાત કરું તો રોજે સરેરાશ ૮00-1000 પૂજય સાધુ / સાધ્વીજી ભગવંતો સૂરતમાં હોય છે. આ શહેરોમાં પંડિતની વ્યવસ્થા છે. સ્થાનિક પરિસ્થિતિને અભ્યાસ કરી આ દરેક શહેરોમાં નાનકડી સ્થાયી વિદ્યાપીઠ ઉભી કરી આ પ્રશ્ન ઉકેલી શકાય તેમ છે.