________________
પાના નં.૩૨
ભણે, પણ તેનો જીવનગ્રંથ, સંશોધન ગ્રંથ, માસ્ટરીવાળો ગ્રંથ, નવા જ આયામો સાથે રજૂ થયેલો વિશ્વકક્ષાનો અદ્દભૂત ગ્રંથ, તે ૧૫ વર્ષે ભલે આપે, આપણે નાચી ઊઠીશું (મુમુક્ષુ તાલીમ સંસ્થાન ના મુદ્દાની ચર્ચામાં ભાષા, ખાસ કરીને વિદેશી અને અન્ય ધર્મની ભાષાનો આ હેતુ થી જ ઉલ્લેખ થયો છે. શિષ્યને એક ગ્રંથ જીવનભર માણવા આપવાની ગુરૂ પરંપરા તો છે જ, હવે તેમાં માણવા ઉપરાંત વધુ જાણવાનું ઉમેરણ કરવાનું છે. વર્તમાન સમયે જ્ઞાનાભ્યાસ ની સ્થિતિ અંગે એક અભ્યાસ રસિક યુવા ગુરૂવર્યશ્રીએ લખ્યું “ એક સમયે સુરતમાં સંતોષભાઈ પાસે, અમદાવાદમાં કલ્યાણજીભાઈ પાસે કઠીન ગ્રંથો ભણનારાઓનો તોટો ન હતો, આજે શોધ્યા જડતા નથી.”