________________
પાના નં.૩૦
મુમુક્ષુ તાલીમ - અભ્યાસ સંસ્થાન
પ્રશ્ન-૩
મુમુક્ષુ ને ઓછામાં ઓછા પાંચ વર્ષની તાલીમ દરમ્યાન પહેલાં ત્રણ વર્ષ ભાષાઓસંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી, હિન્દી - એક અન્ય ધર્મની ભાષા - પાલી, ઉર્દુ, હિબ્રુ અને એક વિદેશી ભાષા - જર્મન, ફેન્ચ, રશિયન, અને આપણા પ્રારંભિક પ્રકરણ ગ્રંથો, કર્મસાહિત્ય, દાર્શનિક ગ્રંથો, ઓછામાં ઓછું એક અન્ય દર્શન, જૈન ધર્મ નો ઈતિહાસ અને ત્રિષષ્ઠિ જેવું ઉચ્ચ કથા સાહિત્ય વ્યાખ્યાન કલા, ચારિત્ર પાલનની સખત તાલીમ. છેલ્લાં બે વર્ષ જયાં સાધુ યોગ ન હોય ત્યાં પ્રવચનો, ધાર્મિક ક્રિયાઓ અને ધર્મ પ્રચાર. પાંચ વર્ષ બાદ દીક્ષા. કોઈ સંજોગોમાં મુમુક્ષુ ને તેથી વધુ સમય તાલીમ સંસ્થામાં રાખી શકાય નહી. દીક્ષા નો ઉદય ન હોય તો મુમુક્ષુ પોતાના ઘરે જઈ મેળવેલ શિક્ષણ દ્વારા આર્થિક ઉપાર્જન કરી શકે. અન્ય સંપ્રદાયની આ પ્રકારની સંસ્થાના અભ્યાસ બાદ આ હકીકત જણાવું છું. વિગતે ચર્ચા કરી શકાય.