________________
પાના નં.૧૨
સત્તાવાર પ્રચાર વ્યવસ્થા
આગળનાં પાનાઓએ જે કંઈ લખાયું છે તે કોઈ સત્તાવાર પ્રચાર, જાણ વ્યવસ્થાના અભાવે કર્ણોપકર્ણ વાતો, અફવાઓ, ધારણાઓ તેમજ પૂજય ગુરૂભગવંતોને મળતા જે અસંતોષ, અકળામણ તેઓ પાસે જણાયાં તેના આધારે લખાયું છે, જે કંઈ લખાયું છે તે અંગે કોઈ બાબતે કિંઈક પ્રગતિ થઈ હશે, પણ ચર્તુવિધ સંઘને આ પ્રગતિની કોઈ જાણ નથી. એક અધિકૃત સમાચાર વ્યવસ્થા તુરંત ઊભી થવી જ જોઈએ, આગળના તમામ સંમેલનો નો અને આજનો યુગ અલગ છે. સંવત ૧૯૯૦ ના સંમેલનમાં અખબારોમાં આવતા બિનઅધિકૃત સમાચારો અંગેની ચર્ચામાં સમય ખૂબ સમય વેડફાયો છે. આજે એક સત્ય કે અસત્ય ક્ષણ માત્રમાં અગણિત લોકો પાસે પહોંચી જાય છે અને તે કલ્પનાતીત લાભ કે હાનિ પહોંચાડે છે. (૧) સત્તાવાર વેબસાઈટ :
munisanmelan2072.com કે આવું કોઈ નામ ધરાવતી એક વેબસાઈટ સત્વરે બનાવી શકાય. આ વેબ પર સંમેલન અંગેની તમામ માહિતી અધિકૃત વ્યકિતની સહીથી મૂકી શકાય, ઓડિયો | વિડિયો મૂકી શકાય અને અનેક ચર્ચા વિચારણાઓ આ વેબસાઈટ પર થઈ શકશે. અત્યારથી આ વેબસાઈટ શરૂ થશે તો શ્રી સંઘને તેની આદત થઈ જશે, અન્ય કોઈ પ્રચારની કે અપપ્રચારની કે અફવાઓની
કોઈ અસર થશે નહીં. (૨) વોટ્સએપ ગૃપ :
વેબસાઈટ વિસ્તૃત માહિતી, વિચારણા માટે છે. પણ સતત હાથમાં અને સાથમાં રહેતું સાધન છે મોબાઈલ, તેનો ઉપયોગ સમાચાર | માહિતી માટે શરૂ થવો જોઈએ. સ્માર્ટફોન નો ઉપયોગ કરી વોટ્સએપ ગૃપ બનાવી શકાય. સત્તાવાર ફોન નંબર પરથી તે ગૃપને આવતો મેસેજ અધિકત બની રહેશે. દા.ત. સત્તાવાર ફોન નંબર ૦૯૮૨૫૧૫૬૭૮૯ પર અમદાવાદના તમામ શ્રી સંઘોના બે ત્રણ ગૃપ બનાવી શકાય. અમદાવાદના દરેક શ્રીસંઘ ના ટ્રસ્ટીઓ પોતાના એક ટ્રસ્ટીને આ ગૃપમાં સામેલ થવા કહેશે. ગૃપના તે ટ્રસ્ટીના ફોન નંબર થી આ મેસેજ આગળ ફોરવર્ડ થશે.