________________
પાના નં.
સંમેલનનો એજન્ડા? નિર્ણય પધ્ધતિ?
સંમેલનનું નેતૃત્વ?
સંમેલનનું સંચાલન? આ દિવસોની સમગ્ર વ્યવસ્થા?
(૧) એજન્ડા :
વિશ્વની કોઈપણ સંસ્થા - યુનેસ્કો, ભારતની લોકસભા, રાજયની વિધાનસભા, સુમૂલ ડેરી, કે આપણા કોઈપણ સંઘની મીટીંગમાં ઘણા દિવસ પહેલા, મીટીંગમાં ઉપસ્થિત રહેનાર સૌ અને સંસ્થાની સાથે કોઈપણ રીતે સંકળાયેલ વ્યકિતઓ - લાભાર્થી (Stake Holders) ને મીટીંગમાં ચર્ચા માટે અને ચર્ચાને અંતે નિર્ણયો લેવા માટે વિગતવાર એજન્ડા મોકલાય છે. મીટીંગ | મિલન | સંમેલનો માટે આ પ્રસ્થાપિત નિયમ છે. સં. ૨૦૭૨ ના સંમેલન માટે તારીખ નિશ્ચિત થઈ છે. એજન્ડા - શું ચર્ચવું? નિશ્ચિત કરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ નથી, કોણ નકકી કરે તે જ નકકી નથી. કપા કરી વિસ્તૃત એજન્ડા શાસન સમક્ષ મૂકો, જેથી ચર્તુર્વિધ શ્રી સંઘના તે એજન્ડા અંગેના અભિપ્રાય મળી શકે, પરસ્પર સંવાદ શરૂ થાય અને એક સુનિશ્ચિત વાતાવરણ ઊભું થાય. એજન્ડા ની વિચારણા માટે મોટા શહેરોમાં ગુરૂવર્યોની ઉપસ્થિતિમાં માત્ર શ્રાવકો - ટ્રસ્ટીઓ ની મીટીંગ બોલાવી શાસનના પ્રશ્નો સમજવાનો પ્રયાસ થયો છે, અનુમોદના. આ પ્રશ્નો, રજુઆતોની ગુરૂવર્યોએ તૈયાર કરેલ નોંધ કોઈ શ્રાવકોને બતાવવામાં આવી હોય કે કોઈ સભાએ આ નોંધ મંજુર કરી હોય તેવું જણાયું નથી.
આ નિશ્ચિત નિયમોનો ભંગ છે, અને તેનાં બીજાં અનેક ભયસ્થાનો પણ છે. (૨) નિર્ણય - ઠરાવની પધ્ધિતિ:
સંમેલનમાં ચર્ચા - સંવાદ બાદ જે નિર્ણય લેવાય તે સાદી બહુમતીથી, ૨/૩ બહુમતીથી કે સર્વાનુમતે થશે તે અંગે નિર્ણય લેવાયો છે? તે અંગે નિર્ણય લેવાવો જોઈએ અને જાહેર થવો જોઈએ. શ્રેષ્ઠ પધ્ધતિ સર્વાનુમતિ ની છે, પણ તે શકય ન હોય તો, અધિકૃત રીતે હાજર સભ્યોના ઓછામાં ઓછા ૮૦% થી ઠરાવ પસાર કરવા જોઈએ, આમ થશે તો જ નિર્ણયો લઈ શકાશે અને તેનો પૂર્ણ અમલ થઈ શકશે. જે કોઈ આ ઠરાવ સાથે સંમત ન હોય તેમના નામ અને ઠરાવના વિરોધનાં કારણો વિસ્તૃત રીતે નોંધવાં જોઈએ જેથી ભવિષ્યમાં આ અંગે ઉભા થતા પ્રશ્નોનું પણ નિવારણ થઈ શકે.