________________
પાના નં.૮
પૂજય સાધ્વીજી, શ્રાવક, શ્રાવકાઓને હાજર રહેવા વકતે ઠરાવમાં મતદાન વિગેરના નિયમો બનાવી શકાય. કશા સામુદાયિક વળગણ વિના ૧૧ આચાર્ય ભગવંતો આ નામો નકકી કરે. શ્રી સંઘ અવશ્ય સ્વીકારશે. બધું હવે સાધુ ભગવંતો જ કરે તે સ્થિતિ બદલો. સાધુ ભગવંતોના અગ્રસ્થાને ચર્તુવિધ શ્રી સંઘ બધું કરે તે સ્થિતિનું નિર્માણ કરો.
કાયમી સ્થાયી સમિતિ એક ગચ્છાધિપતિશ્રી, ૧૦ ગુરૂવર્યો, ૫ પૂજય સાધ્વીજી ભગવંતો, ૭ શ્રાવકો, અને ૫ શ્રાવિકાઓની એક સ્થાયી સંઘ સંચાલન સમિતિ કાયમી ધોરણે બને, આ સમિતિ શ્રી સંઘના તમામ પ્રશ્નોએ નિર્ણય લે, આ નિર્ણય સંઘ નિર્ણય બની રહે, આ સમિતિ સંમેલન માં થયેલા નિર્ણયોનું સતત મૂલ્યાંકન કરતી રહે, ઓછામાં ઓછા દર ત્રણ વર્ષે મળે, આ વ્યવસ્થા વિના હવે ચાલી શકે તેમ નથી. પસંદગી ના પ્રશ્નો આવશે. પ્રયત્નો અને નિષ્પક્ષતાથી તે પ્રશ્નો ઉકેલાશે.