________________
પરમ દાર્શનિક ગોંડલગચ્છ શિરોમણી પૂ. શ્રી જયંતમુનિજી મ.સા.
ભાવ ઊર્મિયુકત મંતવ્ય
સિદ્ધિના સોપાન
મહાભાષ્યનો પ્રથમ ભાગ ખૂબ જ સુંદર રીતે પ્રકાશિત થઈ હસ્તગત થયો, ત્યારે હર્ષ તો થયો જ તે ઉપરાંત આપણી જૈન પરંપરામાં અને જૈનોની આધ્યાત્મ ભૂમિના એક મહાસ્તંભ રૂપે જે મહાપુરુષ ઉપસ્થિત થયા તથા આપણે ગૌરવ લઈ શકીએ કે તેઓ માનો ગુજરાત પ્રાંતનું ગૌરવ હતા. તેઓશ્રીએ અધ્યાત્મભાવોની સાથે પ્રકૃતિપ્રદત્ત અપૂર્વ કાવ્યકળા દ્વારા અધ્યાત્મ મંદિર ઉપર એક કળશ ચઢાવ્યો અને જે જે કાવ્યની રચના કરી, તે બધા કાવ્યોમાં કાવ્યના વિકાર ભાવો જેવા શૃંગાર શૌર્યનો ત્યાગ કરી, શાંતરસ તથા વિરકિત ભાવોને સ્પર્શેલા રસાતીત અધ્યાત્મભાવોને જે અલૌકિક રીતે પ્રગટ કર્યા છે, તે અધ્યાત્મ ઉપાસકોને નતમસ્તક બનાવી દે છે. અમારા મનને પણ આ ભાવોએ જ ઉત્કંઠિત કરીને આત્મસિદ્ધિ જેવા સરળ છતાં ગૂઢાર્થ કાવ્ય ઉપર મીમાંસા કરી મહાભાષ્ય લખવા માટે પ્રેરિત કર્યું છે.
મહાભાષ્ય લખતાં મન કૃતકૃત્યતા અનુભવે, તે સ્વાભાવિક છે પરંતુ સાથે સાથે ભય પણ રહેતો હતો કે કાવ્યના બધા પાસાને પલટાવી પલટાવીને ચારે બાજુથી અર્થ કરવામાં કયાંય કચાશ કે વિપર્યય થવા ન પામે, શ્રીયુત રાકેશભાઈ જેવા અનેક વિદ્વદ્ આત્માએ જેના ઉપર હજારો પંકિતઓથી ઉપદેશાત્મક વિવેચન કર્યું છે, અનેક સ્થાને તત્વસ્પર્શી ભાવોનો ઉલ્લેખ કરીને દાર્શનિક મીમાંસા પણ કરી છે તથા અન્ય દર્શનો અને જૈન સંસ્કૃતિના અધ્યાત્મ ઉપાસક મહાત્માઓના સંદર્ભ આપીને આત્મસિદ્ધિ ઉપર શૃંગારના સાથિયા અંકિત કર્યા છે. જ્યારે આ મહાભાષ્યમાં પદે પદની વિવેચના કરવામાં અને પ્રત્યેક અક્ષર તથા શબ્દ ઉપર ધ્યાન આપીને આત્મસિદ્ધિના મર્મભાવોને ઉજાગર કરવા અને કાવ્યના ગૂઢાર્થ ભાવોને પ્રગટ કરવા માટે ભરપૂર પ્રયાસ કર્યો છે. અમારી આ અંતઃસ્ફૂરિત વિવેચનાત્મક પંકિત રાજમાર્ગથી દૂર થઈ કોઈ પાતળી પગદંડીમાં અટકી ન જાય તેનું ચીવટપૂર્વક ધ્યાન રાખવાનો પ્રયાસ કર્યો છે. છતાં પણ એક આત્મવિશ્વાસ સાથે રહેતો હતો કે સ્વયં અંતરનિષ્ઠ શ્રી