________________
માત્ર કરે છે અને સ્વયં નમ્ર ભાવે “સમજાવો સદ્ ઉપાય” એમ કહે છે. આ પદમાં કાવ્યકારની પ્રતિભાના દર્શન થાય છે.
ઉપાય” અને “સદુપાય” શબ્દ મીમાંસા – પૂર્વાર્ધમાં ફકત ઉપાય શબ્દ મૂકયો છે જયારે ઉતરાર્ધમાં “સઉપાય' શબ્દ મૂકયો છે. ઉપરના ઉપાયમાં મિથ્યા એવો શબ્દ વાપર્યો છે. હકીકતમાં જે સઉપાય નથી, તે મિથ્યા હોય જ અને શંકાકાર તે ઉપાય પ્રત્યે દુર્લક્ષ કરીને મિથ્યા શબ્દ વાપરે છે. તેના ગર્ભમાં બે વાત કહેવામાં આવી છે. (૧) જો આત્મા ન હોય તો ઉપાય માનવા, તે મિથ્યા છે અને (૨) બીજા કેટલાક મતો જે વિપરીત ઉપાય કરે છે, તે પણ મિથ્યા છે. માનો, ઉપાયનો અભાવ અને ખોટા ઉપાયનો વિરોધ, આમ બન્ને નિશાન એક જ શબ્દથી સાધ્યા છે અને જાણી બુઝીને “સઉપાય' એવો શબ્દ મૂક્યો નથી, કારણ કે મોક્ષનો ઉપાય એ સદ્ધપાય છે. તેનું ફકત મિથ્યાપણું બતાવવા માંગતા નથી પરંતુ અન્યથા જે કાંઈ ઉપાયો છે, એ બધા મિથ્યા છે એવી શંકા કરી છે અને ફકત સઉપાય સમજવા માટે જ પ્રાર્થના કરી છે. કાવ્ય દૃષ્ટિએ આ બહુ જ ઝીણી વાત છે પરંતુ સિદ્ધિકારને સિધ્ધહસ્ત હોવાથી સહજ ભાવે તેમના શબ્દોમાં અભૂત ભાવ સંચિત થયા છે. “ઉપાય અને સઉપાય” આ બંને શબ્દમાં મિથ્યા ઉપાયનો વિરોધ કરે છે અને સદ્ભપાયને સમજવા માટે પ્રાર્થના કરે છે.
સામાન્ય રીતે જે ભાવનો વિરોધ કર્યો છે, તે જ ભાવને સમજવા માટે પ્રાર્થના કરે અર્થાત્ સઉપાયને મિથ્યા માની લઉંપાયને સમજવા માટે પ્રાર્થના કરે પરંતુ અહીં તેમ કરવામાં આવ્યું નથી. કારણ વ્યાપક છે અને બધા ઉપાયો માટે નાસ્તિક સમાજમાં વિરોધભાવ પ્રચલિત છે. જે ઉપાયો છે, તે બાબત શંકાકારને વધારે રસ નથી પરંતુ સદ્ધપાય સમજવા માટે જ ઉત્કંઠા છે. આમ કાવ્યમાં ઉપાય અને સઉપાય એમ બે શબ્દો વિવિધ ભાવોને પ્રગટ કરનારાં છે.
જેમ કોઈ કહે કે માણસો બધા ખરાબ છે તો સારા માણસ કોણ છે તે કહો? અહીં સમૂહમાં એક વ્યકિતનું સંશોધન થઈ રહ્યું છે. વિરોધ વ્યાપક છે અને પ્રાપ્ય એક જ વ્યકિત છે. જો બંને પક્ષ બરાબર હોય તો બધા માણસો ખરાબ છે, તો સારા માણસો કોણ છે ? તે સમતુલાવાળો પ્રશ્ન થાય છે પરંતુ અહીં બધા સારા માણસોના પ્રયોજન કરતાં એક સત્પુરુષની વાંછા છે, જેથી અસમતુલ પ્રશ્ન કર્યો છે. ઉપરની ગાથામાં પણ સમતુલ પ્રશ્નનો પરિહાર કરી અર્થાત મિથ્યા મોક્ષ ઉપાય” એમ કહેવામાં બધા ઉપાય મિથ્યા છે, એમ કહીને એક સાચો સÉપાય છે ? એમ જિજ્ઞાસા કરી છે. કારણ કે બધા ઉપાયો સદ્ઘપાય હોતા નથી.... અસ્તુ.
ઉપરના ઉદાહરણથી સ્પષ્ટ થઈ જશે કે વકતવ્ય શું છે? આ ગાથામાં “એ અંતર શંકા તણો એમ પૂછયું છે પરંતુ હકીકતમાં શંકા ઉત્પન્ન થવાની જગ્યા જ નથી. આત્મા નથી એમ માન્યું છે તો પણ શંકા થઈ શકતી નથી. અનાત્મ નિર્ણય અને આત્મ નિર્ણય બંને રૂઢ પક્ષ છે, તો શંકાને સ્થાન નથી. એટલે અહીં “એ અંતર શંકા તણો' એમ પૂછયું છે અથવા શંકા કરવાનું કોઈ કારણ નથી. તો શંકા કરવાનું અંતર કેવી રીતે ઉદભવ્યું? અર્થાત્ શંકા કરવાનું અંતર એટલે સ્થાન કેવી રીતે મળ્યું? તે સમજવા માટે પ્રશ્ન ઉદ્ભવ્યો છે. અહીં શંકા શા માટે થઈ ? તેવો પ્રશ્ન ન કરતાં
ssssssssssssssssssSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS
2)
SSSSSSSSSSSSSSS