________________
સ્વરૂપનો આનંદ માણી શકે છે અને આવા ભાવમાં જ્ઞાનપરિણામ થતાં કર્મક્ષયની ધારા અર્થાત નિર્જરા સ્વયં ચાલુ થઈ જાય છે. જેમ દર્પણમાં જોતાં મુખ જોઈ શકાય છે પણ તેને સ્પર્શ કરી શકાતો નથી, તેમ અહીં અત્યારે પ્રારંભિક સ્થિતિમાં જ્ઞાનરૂપી દર્પણમાં મોક્ષનું પ્રતિબિંબ જોઈ શકાય છે પરંતુ હજુ આત્યંતિક કર્મક્ષય થયો નથી એટલે આ પ્રતિબિંબને સ્પર્શી શકાતું નથી.કેવળ જ્ઞાનવૃષ્ટિથી નિહાળી શકાય છે, આવું સ્વયંનું શુદ્ધ ચિત્ર જોઈને જીવાત્મા અનહદ આનંદની અનુભૂતિ કરે છે. જેમ કોઈ રાજકુમાર સોળે શણગાર સજીને રાજચિન્હોથી યુક્ત બનીને દર્પણભવનમાં જ્યારે પોતે પોતાનું રૂપ નિહાળે છે, ત્યારે તે આનંદનો અનુભવ કરે છે, તે જ રીતે શ્રદ્ધાના સાધનોથી સજ્જ બનેલો આત્મા જ્ઞાનદર્પણમાં આત્માનું શુધ્ધ સ્વરૂપ નિહાળે છે, ત્યારે તે હર્ષિત થઈને મોક્ષમાં જે આનંદ ભોગવવાનો છે તેવો નિજાનંદ અહીં પણ માણી શકે છે અને આવા ભાવમાં રમણ કરવું, તે મોક્ષભાવનું પ્રતિબિંબ છે. આ છે ગાથાનો આધ્યાત્મિક સંપૂટ.
ઉપસંહાર : આત્મસિધ્ધિની અભિવ્યક્તિ છ પદ માટે અભિવ્યક્ત થયેલી છે. આત્મા છે ઈત્યાદિ ક્રમશઃ એક પછી એક પ્રશ્નનું સમાધાન કરી શાસ્ત્રકારે શિષ્યની શંકા અને સમાધાન રૂપે સંવાદ દ્વારા ચાર બોલનો નિર્ણય કર્યા પછી આ ગાથામાં પાંચમા સ્થાનનો નિર્ણય કર્યો છે અને તેને કર્મમુક્તિ તેવું નામ આપ્યું છે. કર્મમુક્તિમાં આત્યંતિક વિયોગ એવું વિશેષણ મૂક્યું છે, જેથી ક્ષણિક કર્મમુક્તિનું મૂલ્ય નથી, પરિપૂર્ણ મુક્તિ જ ઉપકારી છે, તેમ જણાવ્યું છે. તેમજ આ મુકિતને શૂન્યરૂપ ન કહેતાં આ કર્મમુક્તિ તે ફળરૂપી મુક્તિ અને કર્મમુક્તિનું સુફળ તે મોક્ષ છે. મોક્ષ પણ પરમસુખનું ધામ છે. આ રીતે ગાથામાં ક્રમશઃ એક નિર્ણય માળાનો ઉલ્લેખ કર્યો છે. તે આ રીતે છે
૧) કર્મ છે (૨) કર્મની સંપૂર્ણ મુક્તિ છે (૩) કર્મમુક્તિથી મોક્ષ મળે છે. (૪) મોક્ષ પરમ સુખનું ધામ છે.
LL '
આ રીતે આ ગાથામાં અનુષ્ઠાન ચતુષ્યની સંક્ષિપ્ત વ્યાખ્યા કરીને એક પ્રકારે મુક્તિ સોપાનના દર્શન કરાવ્યા છે. તેમાં જે ગંભીર ભાવો છે તેનું આપણે યથાસંભવ વિવરણ કર્યું છે. ગંભીર ભાવોનો સ્પર્શ ન થાય તો પણ સામાન્ય રીતે આ ગાથા ઘણી જ બોધાત્મક છે.
અહીં ૯૧મી ગાથાનું પરિસમાપ્ત કરી શાસ્ત્રકાર સ્વયં મોક્ષસાધનાનું ગાન કરશે, જે પરમ આદરણીય બનશે.
૩૭૯)