________________
Ros Rolos
શુભારંભ મંગલમ
હે ભાઈ!!!
તું ઊઠી જા,
દર્શન થશે તને
તન–મનથી ઉપર,
ચૈતન્યઘન સ્વરૂપના... તું ઊઠી જા...
મેળવ્યો છે જે આનંદ,
મહાત્માઓને આનંદઘનનો,
ભાઈ ! તું પણ સ્નાન કરી લે, તે ઘનાનંદમાં... તું ઊઠી જા...
કરી લે રસપાન
પીરસ્યો છે આ થાળ,
શ્રી સદ્ગુરુ ભગવંતે,
વહ્યા છે ઝરણા તેમાંથી
મોતી રૂપે મહાભાષ્યના...તું ઊઠી જા...