________________
સંયોગી નિમિત્ત છે. તે કાર્યમાં સંયુકત થઈ જયાં સુધી કાર્યનું અસ્તિત્વ છે, ત્યાં સુધી નિમિત્ત પણ સાથે જોડાઈને રહે છે. આવું આભ્યાંતર નિમિત્ત જે દ્રવ્ય સાથે જોડાય છે, તેની સાથે તેની સ્થિતિનો પરિપાક ન થાય ત્યાં સુધી તરૂપે જોડાઈને રહે છે. જીવ અને શરીર તે આવો આત્યંતર નિમિત્ત નૈમિત્તિક સંબંધ ધરાવે છે. શરીર રચનામાં જીવ નિમિત્ત છે અને જીવના સુખદુ:ખમાં કે તેને અમુક રીતે જીવિત રાખવામાં શરીર નિમિત્ત છે. શરીર અને જીવમાં જયાં સુધી તેની જીવંત સ્થિતિ છે,
ત્યાં સુધી બંનેનો. તરૂપ બની જવાનો સ્વભાવ છે. આમ અહીં જે દ્રવ્ય સ્વભાવ કહ્યો છે, તે જીવ દ્રવ્ય અને જડ દ્રવ્ય બંને પરસ્પર મળીને એક પરિણામરૂપ ભોગનું ભાજન બને છે અને આ બંનેને તરૂપ થવામાં જીવના કર્મ કારણ છે. કર્મ સ્વયં પરિણામ પામે છે, ત્યારે જીવ અને પુદ્ગલ બંને પ્રભાવિત થાય છે. કર્મફળનો પ્રભાવ દેહ પર પણ દેખાય છે અને આત્મા પર પણ જોઈ શકાય છે. કર્મ જે ફળ આપે છે તે શરીર રહિત એકલા આત્માને ફળ આપી શકતું નથી, તે જ રીતે આત્મા રહિત એકલા શરીરને પણ ફળ આપી શકતું નથી અર્થાત્ કર્મ તે ઉભય પ્રભાવી કારણ છે. ઓછા-વત્તા અંશે દેહધારી જીવ ઉપર જ પોતાનો પ્રભાવ પાથરી શકે છે. આમ સંસારી અવસ્થામાં કર્મનો દ્રવ્ય સ્વભાવ કારણભૂત બને છે.
દ્રવ્ય સ્વભાવનો અર્થ છે સંયુકત થયેલા બંને દ્રવ્યોનું પરિણામ. જયારે બીજો અર્થ એ છે કે કર્મ દ્રવ્યથી પણ પરિણામ આપે છે અને ભાવથી પણ પરિણામ આપે છે. જૈનદર્શનમાં દ્રવ્ય શબ્દ બે રીતે પ્રયુકત થયો છે. દ્રવ્યનો એક અર્થ છે પદાર્થ. પદાર્થરૂપે જીવ અને અજીવ બધા પદાર્થોને દ્રવ્ય કહેવાય છે. જયારે દ્રવ્ય શબ્દનો બીજો અર્થ છે સ્કૂલ વૃષ્ટિ, બાદર તૃષ્ટિ, જડભાવ, તેને પણ દ્રવ્ય દ્રષ્ટિ કહેવાય છે. આમ દ્રવ્ય શબ્દ પદાર્થ અને પરિણામ બંનેનો વાચક છે. અહીં શાસ્ત્રકારે જે દ્રવ્ય સ્વભાવ કહ્યો છે, તે બંને અર્થમાં ઘટિત થાય છે અને બંને રીતે વ્યાખ્યા થઈ શકે છે અને તેથી જ ગહન વિષય કહ્યો છે. આ જડ-ચેતનનો પરસ્પર પ્રભાવ : બીજો આપણો પ્રશ્ન હતો કે જીવના જે કાંઈ શુભાશુભ પરિણામો છે અથવા અશુધ્ધ ભાવો રૂપી વિભાવો છે, તે ભાવોનો પુલ ઉપર કેવી રીતે પ્રભાવ પડે છે? જૈનશાસ્ત્રમાં છ લશ્યાનું વર્ણન છે. છ એ લેશ્યાઓ જીવના ભાવો સાથે સંબંધ ધરાવે છે પરંતુ આગળ ચાલીને શાસ્ત્રકાર છએ વેશ્યાના વર્ણ, ગંધ, રસ, સ્પર્શની પણ ચર્ચા કરે છે. જેમ કે કૃષ્ણલેશ્યાનો વર્ણ કાળો છે ઈત્યાદિ આ આખું લેશ્યાશાસ્ત્ર જીવ અને પુદ્ગલના સંબંધને સ્પષ્ટ અભિવ્યકત કરે છે. વર્ણ, ગંધ, રસ કે સ્પર્શ, તે પુદ્ગલનો સ્વભાવ છે અને ક્રોધના કે ક્ષમાના પરિણામો તે જીવના ગુણધર્મ છે. આ બધા પરિણામોથી લશ્યાનો ઉદ્ભાવ થાય છે. તમો ગુણ, રજોગુણ કે સત્ત્વગુણ, આ ત્રણેય ગુણોને છ લેશ્યરૂપે પ્રગટ કરવામાં આવ્યા છે.
ત્તિ રૂતિ ને / લેપાયમાન થાય છે અર્થાત્ આત્મા પણ લેપાયમાન થાય છે અને પુદ્ગલ પણ લેપાયમાન થાય છે. સ્થૂલ જગતમાં પણ ભાવોનો જડપદાર્થ પર પ્રભાવ જોઈ શકાય છે. કોઈ માણસને ગાળો દેવાથી તે ઉત્તેજિત થાય છે, ત્યારે તેનો જે દેહાદિક જડભાવ છે, તેના પણ આકાર વિકાર બદલાય જાય છે અને જયારે માણસ ભકિત કરે છે, ત્યારે તેનું શરીર પણ નમ્ર થઈ વંદન ઈત્યાદિ ક્રિયા કરે છે. આથી સ્પષ્ટ થાય છે કે જડ-ચેતનના ભાવો અમુક અંશે
N(૩૩૩)\\\