________________
વ્યાખ્યા કરે છે... અસ્તુ.
એમાં નથી જરૂર : ગાથામાં એ સ્પષ્ટ કર્યું છે કે ઈશ્વર ફળદતા તો છે પરંતુ ‘એમાં’ એટલે કર્મ જંજાળમાં કે કર્મભોગમાં તેની આવશ્યકતા નથી. ઈશ્વર ફળદાતા તરીકે પણ સ્વયં સિધ્ધ છે, તેની જે કોઈ ઉપાસના કરે છે, તેને જ્ઞાનરૂપી ફળ તો મળે જ છે. ઈશ્વર છે અને ફળ દાતા પણ છે. આ બંને વાત અધ્યાર્થ ભાવે આ પદમાં સ્વીકારવામાં આવી છે. નાસ્તિક રીતે કર્મજંજાળમાં ફળદાતાનો પરિહાર કર્યો છે. તેથી સિધ્ધ થાય છે કે ઈશ્વર પોતાની જગ્યાએ ફળ દાતા તો છે જ. જૈનદર્શન કે જૈનસાધના અનીશ્વરવાદી નથી પરંતુ સાધ્યની રીતે ઈશ્વરનું સ્વરૂપ નિશ્ચિત થયેલું છે અને સાધનાના લક્ષમાં તો દેવાધિદેવ સ્વયં ઈશ્વર છે. આ ગાથામાં ‘એમાં' શબ્દ મૂકવામાં આવ્યો છે. તો ‘એમાં’ એટલે આવી કર્મજંજાળમાં જ નહીં પણ એવા કોઈ પણ અન્ય માયાવી કાર્યોમાં કે બીજા કોઈ અનિષ્ટ ફળદાતા તરીકે ઈશ્વરની સ્થાપના કરે છે, તો ત્યાં ફળદાતા તરીકે ઈશ્વર નથી. ઈશ્વરનું કાર્ય નિરાળું છે અને ભકતને તેની યોગ્યતા અનુસાર ફળ મળે છે. ઈશ્વર ફકત સાક્ષીભાવે ફળદાતા છે. ઈશ્વરને માન્યા વિના તો સાધના લક્ષ વિહીન થઈ જાય છે. પરંતુ તે દિવ્યસ્વરૂપને સંસારમાં જે કાંઈ શુભાશુભ ભોગ ઉપભોગ થાય છે, તેમાં અધિષ્ઠાતા તરીકે સ્વીકારવાની જરૂર નથી, અને ‘એમાં’ એટલે આવા બીજા કોઈ પણ સાંસારિક ક્રિયાકલાપોમાં કે ફળ શ્રેણીમાં ઈશ્વરને મૂકવાની જરૂર નથી.
હવે અહીં પ્રશ્ન એ છે કે જે દર્શન ઈશ્વરને કર્તા, હર્તા કે ભોકતાના અધિષ્ઠાતા રૂપે માને છે તે શું નિમિત્ત ભાવે માને છે કે ઉપાદાન ભાવે માને છે ? આ ચર્ચા ઘણી જ વિશદ છે. પરંતુ સંક્ષેપમાં તેનો વિચાર કરીને જૈનદર્શનનો જે સ્પષ્ટ દૃષ્ટિકોણ છે તે ઉપર ધ્યાન આપશું.
જે દર્શન ઈશ્વરને ઉપાદાન ભાવે માને છે તે ઈશ્વર સ્વયં ઈશ્વર દ્રવ્યરૂપે અસ્તિત્વ ધરાવે છે અને તે એક અખંડ શાવશ્વ સત્તા છે. તેમાં જડ ચેતન બધા દ્રવ્યનું ધ્રૌવ્ય સમાયેલું છે. અર્થાત્ ધ્રુવ કારણ ઈશ્વર છે. તેનું જે રૂપાંતર થાય છે તે બધી માયા છે. ઈશ્વરને માયા વિશિષ્ટ બ્રહ્મ તરીકે વિશ્વના ઉપાદાન માન્યા છે. જયારે બીજા કેટલાક ઈશ્વરવાદી ઈશ્વરને વિશ્વનું નિમિત્ત કારણ માને છે. સંસાર એક પ્રપંચ છે અને ઈશ્વર તેમાં નિમિત્તભાવે કારણભૂત છે. તે પોતાની ઈચ્છા અનુસાર પદાર્થોને પ્રવર્તમાન કરે છે. જો કે આમ કહેવામાં પણ નિમિત્ત રૂપ ઈશ્વરને પૂરો ન્યાય મળતો નથી કારણ કે તેમાં ઈચ્છાને પણ માયા જ ગણી છે. પરમ બ્રહ્મ પરમાત્મા નિમિત્તરૂપે જોડાયેલા છે. બાકીનું બધું કામ માયા કરે છે. આ રીતે ઈશ્વરશકિત તે નિમિત્ત છે. આ સિવાયના બીજા કેટલાક દર્શનો જે ઈશ્વરને માનતા નથી પરંતુ તેવી કોઈ ચેતનશકિતને સ્વીકારે છે, એ ચેતનશિકિતને પણ ઈશ્વરના કાર્યમાં હસ્તક્ષેપ ન કરે તેવી નિરાળી સત્તા માને છે અને વિશ્વમાં જે કાંઈ સુખદુ:ખનું ફળ છે, તેની નિયામક પ્રકૃતિ છે અથવા જડ ચેતના છે. આ દાર્શનિકો જ્ઞાનચેતનાને પણ પ્રકૃતિનો ગુણ માને છે. ફકત નિમિત્ત કારણ રૂપે આત્મસત્તા કે પુરુષસત્તા કારણ બને છે... અસ્તુ.
કર્મ સ્વભાવે પરિણમે : કર્મફળ આપે છે, તેમાં જૈનદર્શન પણ ઈશ્વરને નિમિત્ત માનતું
૩૨૦