________________
અવસ્થાઓ છે. આ બંને અવસ્થાનો સ્વીકાર કર્યા પછી જ ધર્મનું સ્વરૂપ સ્પષ્ટ થાય છે, તેથી શાસ્ત્રકારે અહીં આ બે અવસ્થાનો સમાવેશ કર્યો છે. .
મહત્ત્વપૂર્ણ ખુલાસો : કર્તૃત્વ અને ભોકતૃત્વ બંને દશા વિકારીદશા છે અને ત્યાજ્ય પણ છે પરંતુ ખાસ લક્ષમાં લેવાની વાત એ છે કે જ્યાં સુધી શરીર છે, ત્યાં સુધી ક્રિયા અને કર્મ રહેવાના જ છે. જે કાંઈ સાધના થાય છે, તે દેહધારી અવસ્થામાં જ થવાની છે. તેનો અર્થ એ થયો કે શરીર છે, ત્યાં સુધી આ ક્રિયાઓ છોડી શકાશે નહીં અને જીવ કર્તા અને ભોકતા બની રહેવાનો છે. સિધ્ધિકારે પણ અહીં આત્મા સ્વયં કર્તા છે અને ભોકતા પણ સ્વયં છે, આ બંને અવસ્થાને ઉજાગર કરી છે.
અહીં જે કર્મ છે તે શુભ અને અશુભ બે ધારામાં પ્રવાહમાન થાય છે. સાધક જ્યારે ધર્મને અનુકૂળ સાધના કરે છે, ત્યારે જીવાત્મા શુભ કર્મનો કર્તા બને છે, તે જ રીતે નિર્મોહભાવે શુભ કર્મનો ભોકતા પણ બને છે. અહીં સાધકે ખાસ લક્ષમાં લેવાનું છે કે કર્તૃત્વ ટાળી નહી શકાય પરંતુ કર્તૃત્વને શુભ પરિણામ કરી શકાય છે. તે જ રીતે ભોકતૃત્વને ટાળી નહીં શકાય. પરંતુ નિર્મોહભાવે જીવ ભોકતા બની શકે છે. આ બંને ભાવ હકીકતમાં જીવના વર્તમાન અસ્તિત્વ માટે પ્રમાણભૂત છે.
અહીં આ પદથી જાણી શકાય છે કે જીવને છોડીને અર્થાત્ જ્યાં આત્માનું અસ્તિત્વ નથી ત્યાં કર્મનું કર્તુત્વ નથી. જડ પદાર્થો પણ ક્રિયાશીલ હોવાથી તે સ્વયં સ્થૂલભાવોના કર્તા બને છે. પરંતુ જડ પદાર્થ કર્મના કર્તા બની શકતા નથી. જડ પદાર્થોમાં જે કાંઈ ક્રિયા થાય છે તેના પણ તાત્કાલિક તથા આનુષંગિક, બંને પરિણામો જોઈ શકાય છે પરંતુ આ ક્રિયાકલાપ કર્મની પરિભાષામાં આવતો નથી. એટલે અહીં શાસ્ત્રકારે આત્માને કર્મનો કર્તા કહ્યો છે.
ગાથામાં આવેલા નિજ શબ્દની વ્યાખ્યા આપણે કરી ચૂકયા છીએ. આ રીતે ચાર બોલની વ્યાખ્યા સંપન્ન થઈ પરંતુ પાંચમા બોલમાં સિદ્ધિકાર સ્વયં કર્તા અને ભોકતાની અવસ્થાથી મુકત થવાની વાત કહે છે. આ પાંચમા બોલમાં “વળી' શબ્દ મૂકયો છે. વળીનો અર્થ છે આમ હોવા છતાં, તે કાયમી અવસ્થા નથી પરંતુ તેમાંથી મુકત પણ થઈ શકાય છે. જેમ કોઈ દુષ્કર્મ કરે અને ત્યારપછી તેને પોતાની ભૂલ સમજાય, તો તે “વળી માફી માંગીને તે દુષ્કર્મથી મુકત થઈ શકે છે. વળી' શબ્દ એક રૂપાંતર અવસ્થાનો દર્શક છે. આ રૂપાંતર અવસ્થા તે મુકિત છે, છૂટકારો છે. અર્થાત્ શાસ્ત્રકાર કહે છે કે અહીં આત્માને કર્તા કે ભોકતા કહ્યો છે પરંતુ તેનાથી છૂટકારો પણ થઈ શકે છે. સજા ભોગવ્યા પછી અપરાધી જેલમાંથી છૂટો થાય છે.
સાચી ઔષધિ મળવાથી પીડિત વ્યકિત રોગથી મુકત થાય છે. ભૂતગ્રસિત વ્યકિત ભૂત જવાથી સ્વસ્થ બની શકે છે. આમ સંસારમાં બે વિરોધી પ્રક્રિયાઓ કામ કરે છે. એક પ્રક્રિયા બંધનકર્તા છે, જ્યારે બીજી પ્રક્રિયા છૂટકારો કરનારી છે. આ જ રીતે આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ કર્મથી મુકત થઈ, દેહથી પણ મુકત થઈ અકર્તા અને અભોકતાની અવસ્થા પ્રગટ થાય છે. અકર્તા અને અભોકતા દ્રવ્યરૂપે અને ભાવરૂપે, બંને રીતે અભાવ અવસ્થાને પ્રાપ્ત કરે છે. જ્યારે જીવ
\
\
*