________________
અહીં શાસ્ત્રકારનું મંતવ્ય ઝેર અને અમૃત માટે નથી પરંતુ કર્મ શુભ હોય કે અશુભ હોય તે સ્વતઃ ફળ આપનારા છે અને જીવ તેનો ભોકતા બને છે. અહીં એક વાત ખાસ લક્ષમાં લેવાની છે, શાસ્ત્રમાં એમ કહેવાય છે કે પાપ એટલે અશુભ કર્મ તો ભોગવવું પડે પરંતુ પુણ્ય એટલે કે શુભ કર્મનો ત્યાગ કરી શકાય છે. પાપના ભોગમાં જીવની પરાધીન અવસ્થા છે, જ્યારે પુણ્યના ભોગમાં ઘણાં અંશોમાં જીવની સ્વાધીનતા પણ છે અર્થાત્ પુણ્યના ફળનો ત્યાગ કરી શકાય છે. પરંતુ આ વિશેષ પ્રણાલી છે. આ ગાથામાં સામાન્ય પ્રણાલી અનુસાર જીવ સ્વયં શુભાશુભ કર્મનો ભોકતા બને છે. જેમ કર્મનો કર્તા છે તેમ કર્મનો ભોકતા પણ છે. આ વાત ઉપર ગાથાનું મુખ્ય લક્ષ છે. સાધારણ કહેવત છે કે જેવું કરે તેવું પામે’ ‘વાવે તેવું લણે’ અને ‘ખાય તેવું ફળ થાય' આ સિધ્ધાંતને આ ગાથામાં પ્રગટ કર્યો છે અને સ્પષ્ટ કહ્યું છે કે જીવ જેવું ખાય, તેવું ફળ થાય. તેમાં ઝેર કે સુધા વિચાર કરી શકતું નથી અને ઝેરમાં સમજ શિકત નથી, તો શું પરિણામ શકિત નથી ? સુધામાં જ્ઞાન નથી તો શું માધુર્ય નથી ? પ્રથમ વાકયમાં જ ‘ઝેર સુધા સમજે નહીં’ એમ કહીને ઘટસ્ફોટ કર્યો છે કે પદાર્થમાં સમજ શકિત નથી પણ પરિણામ શિકત છે. આગળ આપણે કહી ગયા કે સમજ અને પરિણામ એ બંને અલગ ગુણધર્મ છે. સમજ તે જ્ઞાતાભાવ છે અને તે નિષ્ક્રિય છે. પરિણામ તે શિંકતભાવ છે અથવા એક પ્રકારનું સામર્થ્ય છે, તે સક્રિય છે અને સક્રિયતા તે પદાર્થનો સ્વતંત્ર ગુણ છે. તો એ જ રીતે કર્મશકિત પણ સ્વતંત્રશકિત છે અને ઉદરમાન કર્મો સ્વયં સક્રિય બને છે. કર્મ પણ જ્ઞાતા ભાવે ફળ આપતાં નથી પરંતુ પોતાનું પરિણામ પ્રગટ કરે છે, માટે જ કૃપાળુ ગુરુદેવે કહ્યું કે ઝેર સુધા સમજે નહીં' અર્થાત્ શુભ કર્મ અને અશુભ કર્મ, ભલે કશું સમજતા ન હોય પરંતુ તે કર્મ સુખ દુઃખરૂપી પરિણામ આપીને જીવને તેનો ભોકતા બનાવે છે. જીવમાં સમજભાવ છે અને ભોગભાવ પણ છે, તેથી તે જ્ઞાન દ્વારા સુખ દુઃખનો અનુભવ કરી ભોકતા બને છે. ભોકતૃત્વ ભાવમાં સમજની પૂરી જરૂર કરે છે. જો જ્ઞાન અને વેદન શકિત ન હોય તો કર્મ પરિણામ આપે તથા જીવ તેનો ભોગ બને, તો પણ જ્ઞાનના અભાવમાં તે સાક્ષાત્ ભોકતા બનતો નથી. અહીં ધ્યાન આપવાનું છે કે ભોકતાપણું બે પ્રકારનું છે. એક કર્મના નિષ્પન્ન ભાવો છે, જ્યારે બીજા કેટલાક સંવેદન ભાવો છે. સંવેદન ભાવ, તે સાક્ષાત્ ભોકતૃત્વ છે. જયારે નિષ્પન્ન ભાવ, તે કર્મનું ફળ હોવા છતાં સંવેદનની મર્યાદામાં આવતા નથી. જેમ કે કોઈને કર્મના ઉદયથી પાંચની જગ્યાએ છ આંગળી મળી અથવા કોઈના હાથ લાંબા—ટૂંકા થયા કે શરીરનો શ્યામ-ગોરો વર્ણ થયો હોય, તે બધા નિષ્પન્ન ભાવો છે. જીવ તે ભોગવે છે પરંતુ તેમાં સાક્ષાત્ સંવેદન નથી પરંતુ જીવ કર્મનો ભોકતા છે, તે હકીકત છે.
ભોકતૃત્વ ભાવ તે ઘણો વ્યાપક ભાવ છે. તેનું પણ આપણે થોડું દિગ્દર્શન કરીશું પરંતુ તે પહેલા ગાથાનો સાંગોપાંગ અર્થ કરીએ લઈએ. સ્વાધ્યાય કરનારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આ કર્મફળનો ભોકતૃત્વ ભાવ અથવા જીવ કર્મનો ભોકતા છે, તે ઉલ્લેખ સામાન્ય પ્રણાલી છે. પરંતુ વિશેષ પ્રયોગ દ્વારા તે પ્રવાહનું પરિવર્તન કરી તેમાં ફેરફાર કરી શકાય છે. તે વિશેષ પ્રણાલી છે. કોઈપણ સિધ્ધાંતની સામાન્ય પ્રણાલી, તે તેનું સ્વાભાવિક રૂપ છે, જયારે વિશેષ પ્રણાલી, તે તેનું પ્રયોગજન્ય વિશેષરૂપ પ્રગટ થાય છે. આ બંને પ્રણાલીને ધ્યાનમાં રાખીને જીવ કર્મનો ભોકતા
(૩૦૪).