________________
અધિકરણનો ઐયભાવ છે. બંને શબ્દ તાદાત્મ્ય રૂપ છે, તેથી હકીકતમાં તેને કર્મ કહો કે ભાવ કહો, ભાવ કહો કે કર્મ કહો, બંને તદ્ રૂપે પરિણામ પામે છે. કોઈ કહે કે પાંદડું હલે છે તો પાંદડામાં ચાલવાની ક્રિયા થાય છે. ચલન ક્રિયા તે આધેય છે અને પાંદડું તે અધિકરણ છે. જે સ્થિર છે, તે જ ચાલે છે અને જે ચાલે છે, તે પાંદડું છે. આમ ચલન અને પત્ર બંને તરૂપ હોવા છતાં ચલન શબ્દથી તેનું ક્રિયાત્મક પરિણામ પ્રગટ થાય છે.
ભાવકર્મમાં ચેતનરૂપતા ઃ આ જ રીતે જીવમાં જે વિભાવો છે તે કર્મરૂપે ક્રિયાત્મક બની ભાવકર્મ બને છે. ભાવ શબ્દ દ્રવ્ય અને પર્યાય, તે બંનેની વચ્ચેનો ગુણાત્મક શબ્દ છે. દાર્શનિક લક્ષણ પણ છે કે ‘મુળ પર્યાયવમ્ । અર્થાત્ જેમાં ગુણ અને પર્યાયો છે તે દ્રવ્ય છે, ગુણ કોને કહેવા ? જે દ્રવ્યમાં રહીને પર્યાય કરે છે, તે ગુણ છે, પર્યાય કોને કહેવી ? તે ગુણોની પરિણતિ છે. આ રીતે દ્રવ્ય, ગુણ અને પર્યાય એક રૂપ હોવા છતાં વિશેષનયથી તેનું વિભાજન કરી ભિન્ન ભિન્ન શબ્દોથી દ્રવ્યોનું કે ગુણોનું ક્રિયાત્મક પરિણમન પ્રગટ કરવામાં આવ્યું છે. દ્રવ્ય અને ગુણ શાશ્વત છે, જયારે પર્યાય ક્ષણિક છે પરંતુ જે વિભાવ, વિભાવરૂપે પ્રગટ થાય છે, તે હકીકતમાં દ્રવ્યના નિજ ગુણો નથી, વિકારી ગુણો છે અર્થાત્ તેને ગુણ ન કહી શકાય, તેના માટે સિદ્ધિકારે ભાવ શબ્દનો પ્રયોગ કર્યો છે. આ ભાવ ચૈતન્યના આધારે થાય છે, તેથી ભાવકર્મનો કર્તા ચેતન બને છે. ચેતન શુદ્ધદશામાં અકર્તા અને અકર્મરૂપ છે પરંતુ વિકારી ભાવમાં તે કર્મનો કર્તા બને છે. તે જે કર્મનો કર્તા બને છે, તે ભાવકર્મ છે. ભાવકર્મથી વિશેષ આગળ જઈ શકતો નથી. ગાડીનો ડ્રાઈવર ગાડી ચલાવવાની ઈચ્છા કરે છે, હું ગાડી ચલાવું તેવા વીર્યનું પણ સ્ફૂરણ થાય છે પરંતુ ઈચ્છા અને સ્ફૂરણ પછી ડ્રાઈવર આગળ વધી શકતો નથી. ચાલવાની ક્રિયા જડરૂપ ગાડીમાં પરિણત થાય છે. ગાડી ચાલે છે, તે ગાડીની ક્રિયા છે પરંતુ ઈચ્છાના આધારે, શકિતના, આધારે, ભાવકર્મના આધારે ડ્રાઈવર કર્તા બની જાય છે અર્થાત્ ચલાવનાર બને છે. ગાડીની જડ ક્રિયા અને ડ્રાઈવરની વૈભાવિક ક્રિયા, બંને ક્રિયાના પ્રારંભમાં ક્રિયાનો કર્તા ડ્રાઈવર છે, જે ચેતનરૂપ છે, માટે ચેતનને ભાવકર્મનો કર્તા કહ્યો છે.
આટલા વિવેચનથી સ્પષ્ટ થાય છે કે ભાવકર્મ શું છે ? ‘મતિકૃતિ માવ' મૂળમાં ધાતુ છે મૂ ભવ. તેનો અર્થ થવું’ થાય છે, અને મવત્તિ એટલે જે થાય છે તે. તો જે ક્રિયા થાય છે તે ક્રિયાનો ‘ભાવ' શબ્દથી સંકેત કરવામાં આવ્યો છે. જેમ ગચ્છતિ ક્રિયાને ગમન કહેવાય છે, ખાવાની ક્રિયાને જેમ ભોજન કહેવાય છે, તે રીતે ક્રિયાઓ નામરૂપ ધારણ કરી ભાવરૂપે પ્રતિબોધિત થાય છે... અસ્તુ.
આ છે વ્યાકરણનો વિષય, મૂળ શબ્દ અહીં ભાવ છે અને ભાવની સાથે કર્મ શબ્દ મૂકયો છે. તે ભાવની ક્રિયાનો બોધક છે પરંતુ ભાવ અને કર્મ સર્વથા ભિન્ન નથી. અભિન્ન ભાવે, તરૂપ ભાવે ક્રિયાત્મક છે.
અહીં સિદ્ધિકારે ભાવકર્મને નિજ કલ્પના કહેતા આત્માની એક કલ્પના અર્થાત્ પર્યાય છે, તેમ કહ્યું છે. મૂળમાં કલ્પના શબ્દ અવાસ્તવિક ભાવો માટે વપરાય છે પરંતુ અહીં કલ્પના વિષે
(૨૯૪)