________________
રૂપાંતરણ નિષ્પન્ન થાય છે. આશ્રવતત્ત્વ સમાપ્ત થયા પછી પણ તેના કારણે ઉદ્ભવેલા કર્મો એક ગાંઠ રૂપે બંધાય જાય છે. જેમ કોઈ માણસ કોઈ વિપરીત આહારનું સેવન કરે, તેના કારણે તેના શરીરમાં અમુક ગાંઠો બંધાઈ જાય, આ ગાંઠો સમયનો પરિપાક થતાં રોગ રૂપે પ્રગટ થાય અને પીડા ભોગવવા માટે જીવની પાસે રહેલા મન–વચન કાયાના યોગને બાધ્ય કરે છે. તે જ રીતે આ કર્મની ગાંઠો સમયનો પરિપાક થતાં ફળ આપી જીવને તેનો ભોગ કરવા માટે બાધ્ય કરે છે. આ રીતે જીવ કર્મનો ભોકતા પણ બને છે.
આમ કર્તા અને ભોકતા બંને દશા અજ્ઞાન અવસ્થામાં જ કાર્યકારી છે, તે સમજવાનું છે. જ્ઞાનદશામાં જીવ કર્મનો કર્તા પણ નથી અને કર્મનો ભોકતા પણ નથી કારણ કે કર્મથી ભિન્ન એવું તેનું સ્વરૂપ જ નિરાળું છે.
અહીં એ પ્રશ્ન થશે કે શું જ્ઞાનીને કર્મના ફળ ભોગવવા પડતા નથી ? હકીકતમાં ભોગવવા પડતા નથી પરંતુ જીવ અને કર્મનો અને તેની લીલાનો જે કાંઈ ક્રમિક પરિપાક છે, તેના આધારે ગમે તે દશામાં કર્મ ભોગવાય છે.
બંધ–ભોગ વિષયક ચૌભંગી : અહીં આપણે એક ચૌભંગીનો વિચાર કરીએ.
(૧) અજ્ઞાનદશામાં કર્મ બંધાય અને અજ્ઞાનદશામાં ભોગવાય, તે વખતે જીવ કર્મનો કર્તા પણ છે અને ભોકતા પણ છે.
(૨) અજ્ઞાનદશામાં બંધાય અને જ્ઞાનદશામાં ભોગવાય, અજ્ઞાનદશામાં કર્મ બંધાય અને કર્મનું ફળ મળ્યા પહેલા શાનદશા પ્રગટ થઈ હોય, તો જ્ઞાનદશામાં ભોગવાય અર્થાત્ ત્યારે હકીકતમાં જીવ કર્મનો કર્તા છે પણ ભોકતા નથી.
(૩) જ્ઞાનદશામાં કર્મ બંધાય અને જ્ઞાનદશામાં ભોગવાય, તે લગભગ પુણ્યકર્મ હોય છે. જ્ઞાનદશામાં પુણ્યકર્મ બંધાય છે અને જ્ઞાનદશામાં ભોગવાય છે, ત્યારે હકીકતમાં જીવ કર્મનો કર્તા પણ નથી અને ભોકતા પણ નથી. કર્મનો કર્તા કર્મ જ છે અને કર્મનો ભોકતા બાહ્ય યોગો છે. વ્યવહારદશામાં જીવાત્મા પુણ્યકર્મનો કર્તા છે અને પુણ્યકર્મનો ભોકતા પણ છે.
(૪) જ્ઞાનદશામાં કર્મ બંધાતા નથી અને જ્ઞાનદશામાં ભોગવાતા નથી. જ્ઞાનદશામાં કર્મ કરવા માટે તેને કોઈ બાધ્ય કરી શકતું નથી. આવી ઉત્તમ જ્ઞાનદશામાં કર્મ ખરી જવાથી જીવને ભોગવવા પડતા નથી. આ રીતે વ્યવહારમાં અને હકીકતમાં બંને અવસ્થામાં જીવ કર્મનો કર્તા પણ નથી અને ભોકતા પણ નથી. કર્મનું ભોકતૃત્વ તે કર્મસત્તાનું સ્વયં પરિબળ છે, કર્મનું ઐશ્વર્ય છે, આવા કર્મમાં પરમ ઐશ્ચર્યથી ઈશ્વરનો શ્રદ્ઘાત્મક ઉદ્ભવ થાય છે. જેમ અગ્નિમાં દાહક શકિત છે. તેમ કર્મમાં ફળ આપવાની શિત છે, જેમ જ્ઞાનથી વ્યકિત અગ્નિના કુપ્રભાવથી બચી શકે છે તે જ રીતે જ્ઞાનબળે કરી કર્મ પ્રવાહથી બચી શકે છે. હવે આપણે મૂળ વાત પર આવીએ. અહીં સિદ્વિકારે ‘છે કર્તા નિજ કર્મ’ અને ‘છે ભોકતા’
(૧૦)