________________
વિકારી જીવ વિકારી ભાવનો કે વિકારનો જ કર્તા છે, કર્મનો કર્તા નથી. એ જ વાતને શાસ્ત્રકારે અહીં “કર્મપ્રભાવ' કહીને વ્યકત કરી છે અર્થાત્ કર્મસત્તાને ઉજાગર કરી છે. કર્મબંધનમાં જીવ કરતાં કર્મની પ્રબળતા વધારે છે અને ભૂતકાળના કર્મો આ નવા કર્મો બાંધવામાં કારણભૂત છે. એટલે જીવ કરતાં કર્મનો પ્રભાવ વધારે છે, તેથી કવિરાજે કર્મપ્રભાવ' શબ્દ વાપર્યો છે. સાર એ થયો કે જો જીવ નિજભાનમાં આવી જાય, તો કર્મનો અકર્તા બની જાય છે પણ જ્યારે જીવ નિજભાનમાં નથી, ત્યારે કર્મનો કર્તા કર્મ છે અને જીવ ત્યાં પરાધીનપણે ફસાયેલો છે. જીવ જો મુક્ત થાય, તો સ્વભાવનો કર્તા બને છે પણ પોતાના ભાનમાં ન આવે, તો કર્મસત્તા જ પ્રબળ છે. અને કર્મ પોતાનો પ્રભાવ પ્રગટ કરે છે. તેવી વિકારી અવસ્થામાં પણ જીવ કર્મનો કર્તા નથી તે અધ્યાત્મિક ભાવને કવિશ્રીએ પ્રગટ કર્યો છે અને સાથે સાથે પ્રતિપક્ષીનો જે વિવાદ હતો કે ચેતન અબંધક છે, “ચેતન કશું કર્મ કરતુ નથી. આ વિવાદનો પણ આ ગાથામાં સ્પષ્ટ ઉત્તર આપવામાં આવ્યો છે કે ચેતન વિકારી ભાવ કરે છે અને તેના આધારે કર્મ પણ કરે છે. ચેતન જ્યાં સુધી પોતાના ભાનમાં નથી ત્યાં સુધી તે અબંધક નથી, અસંગ પણ નથી અને કર્મના પ્રભાવે કર્મ કરવાનું નિમિત્ત બને છે અર્થાત્ કર્મનો કર્તા બને છે. આ રીતે ૭૮મી ગાથા અધ્યાત્મનો ત્રિકોણાત્મક ભાવ પ્રગટ કરતી ઘણી જ મહત્ત્વપૂર્ણ ગાથા છે.
જ્ઞાનની દ્રષ્ટિએ જો જીવને કર્મનો કર્તા માનવામાં આવે, તો જીવ હંમેશા કર્મશીલ બની રહે છે પરંતુ જ્ઞાનદ્રષ્ટિએ જીવને અકર્તા માને, તો જીવ અને તેના કારણોથી વિભક્ત થાય ત્યારપછી તે અકર્તા બની શકે છે. આ એક બિંદુ બન્યું.
બીજું બિંદુ જીવ ફક્ત વિકારનો કર્તા છે અને ત્રીજું બિંદુ કર્મસત્તા પ્રબળ છે પરંતુ કર્મસત્તા ક્યાં સુધી પ્રબળ છે ? જ્યાં સુધી તે આપ સ્વભાવ અથવા નિર્મળ સ્વભાવમાં પ્રવેશ કરતો નથી, ત્યાં સુધી જ. આ એક પ્રકારની ક્રાંતિ છે. જીવ પરાધીન હતો ત્યાં સુધી કર્મસત્તા પ્રબળ હતી, કર્મસત્તાને ઓળખીને ભાવરૂપ ક્રાંતિ કરી અને જીવે સ્વસ્વભાવમાં પ્રવેશ કર્યો, ત્યારે સ્વયં સ્વભાવની સત્તાને સ્થાપિત કરી પોતાના ગુણ પર્યાયનો કર્તા બન્યો અર્થાત્ કર્મસત્તાની નાગચૂલમાંથી તે મુક્ત થઈ જાય છે.
સંપૂર્ણગાથા આધ્યાત્મ ભાવોને ઉજાગર કરે છે. જેમ માળામાં મૂકેલું મણિરત્ન શોભી ઉઠે છે, તેમ આત્મસિદ્ધિની આ માળામાં આ ગાથા પણ એક મણિરત્ન છે, તે ખરેખર ! કૃપાળુદેવનો જ મહિમા છે. એક સાધારણ દુહા જેટલા શબ્દોમાં અધ્યાત્મભાવના આ મણિને ચમકાવ્યા છે... અસ્તુ. તેનો મહિમા કહેવા માટે તો શબ્દો ઓછા પડે છે.
આધ્યાત્મિક સંપૂટ : આ ગાથાનો આધ્યાત્મિક સંપૂટ પણ ઘણો ઊંચો છે. જો કે ગાથા સ્વયં આધ્યાત્મિક સંપૂટ જેવી છે છતાં પણ ગાથાના ગૂઢ અર્થને કે પરમાર્થને આપણે વૃષ્ટિગત કરીએ. “વર્તે નિજ સ્વભાવમાં આપણે આ વાક્યને ફેરવીએ છીએ. જગતનો કોઈપણ પદાર્થ પોતાના સ્વભાવમાં જ વર્તમાન હોય છે અર્થાત્ તે રીતે વર્તી રહ્યો છે. વર્તવું તે અસ્તિત્વવાચક ક્રિયા છે. આત્મા તો પોતાના સ્વભાવમાં જ વર્તી રહ્યો છે. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે જીવાત્મા
\\\\\\\\\\\(૨૭૧)\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\S