________________
પૂર્વપક્ષ : ગુજરાતી ભાષામાં “છે' પ્રત્યય વર્તમાનકાલનો છે જ્યારે આત્મા ત્રિકાલવર્તી છે, તો “આત્મા છે' તે કથન યોગ્ય નથી. શું આત્મા વર્તમાનકાલ પૂરતો સીમિત છે? જો સીમિત ન હોય તો તેને “છે' કહેવામાં ઔચિત્ય નથી. આ જ રીતે આગળના પદમાં નિત્ય છે, તેમ કહ્યું છે. નિત્ય સાથે પણ છે” પ્રત્યય યુકત નથી. આ રીતે “આત્મા છે' અને “નિત્ય છે', બંને પદ અયુકત છે. આત્મા અને નિત્ય, આ પ્રમાણે કથન કરવું જ પર્યાપ્ત હતું. આત્મા હતો, છે અને હશે, આમ ભૂતકાલીન, વર્તમાનકાલીન અને ભવિષ્યકાલીન આ ત્રણ અવસ્થા માટે ત્રણ પ્રત્યય છે, માટે પ્રશ્ન થાય છે કે ગાથાના આ બંને પદમાં છે ની ઉપયોગિતા શું છે ?
ઉત્તરપક્ષ : હકીકતમાં તો “છે' પ્રત્યય વર્તમાનકાલીન છે પરંતુ અનાત્મવાદી જીવને અથવા આત્મબોધ થયો નથી તેવા અબોધ જીવને આત્માની વર્તમાન અવસ્થાનું ભાન કરાવવામાં આવ્યું છે. અર્થાત્ આત્મા વર્તમાનમાં છે. છે' શબ્દ કહેવા માત્રથી બીજી અવસ્થાનો પરિહાર થતો નથી. જેમ આત્મા વર્તમાને છે, તે જ રીતે જેમ જેમ વર્તમાન આવતો જશે, તેમ તેમ તેનું વર્તમાનકાલીન સ્વરૂપ બની રહેશે. દાર્શનિક વૃષ્ટિએ જે ભૂતકાળમાં છે (હતો), તે જ વર્તમાનકાલમાં છે. જે વર્તમાનકાલમાં છે, તે જ ભવિષ્યકાલમાં હશે, આમ છે' પ્રત્યય હકીકતમાં અવસ્થાવાચી નથી પરંતુ અસ્તિત્વવાચી છે. 'છે' નું રૂપ “અસ્તિ' થાય છે. “અસ્તિ' માં મદ્ ઘાતુ છે. આ મ ઘાતુ અસ્તિત્વનો ધોતક છે. અતિ શબ્દથી અસ્તિત્વ એવા સામાન્ય ગુણનું ગ્રહણ થાય છે. જૈનશાસ્ત્રોમાં પણ ~િ શબ્દનો પ્રયોગ છે. ક્રિયાવાદીઓને અસ્તિવાદી માનવામાં આવ્યા છે. ક્રિયા, તે પદાર્થનું ત્રિકાલવર્તી રૂપ છે. જ્ઞાનાત્મક ક્રિયા નિરંતર થતી હોવાથી “આત્મા છે' તેમ કહેવામાં આત્માની ક્રિયાશીલતાનો બોધ થાય છે. જ્ઞાનના આધારે “આત્મા છે' તેમ કહેવામાં આવ્યું છે. ત્રિકાલવર્તી આત્મદ્રવ્યનો બોધ કરનારું જ્ઞાન, જ્ઞાનની હાજરીથી જ “આત્મા છે' તેમ કહે છે. હકીકતમાં છે' શબ્દ આત્માવિષયક જ્ઞાન સાથે જોડાયેલો છે, તેના આધારે જ “આત્મા છે' તેમ કહેવાય છે. માટે છે' પ્રત્યયથી ભૂત-ભવિષ્યનો પરિહાર થતો નથી પરંતુ આત્માનું સૈકાલિક રૂપે પ્રગટ થાય છે. રાત્રિના સમયે કોઈ એમ કહે કે “સૂર્ય છે', તો ત્યાં સૂર્ય સાથે છે' શબ્દ મૂકયો છે, તે સદાને માટે અવસ્થિત એવા સૂર્યના અસ્તિત્વનો બોધ કરાવે છે. આમ, અસ્તિત્વવાચી “અસ્તિ' સૈકાલિક બોધક છે.
આ જ રીતે ‘નિત્ય સાથે પણ છે મૂકવામાં આવ્યો છે. નિત્ય એટલું કહેવાથી ત્રિકાલવર્તી બોધ થાય જ છે પરંતુ તે અનિત્ય નથી તેવો બોધ થતો નથી. નિત્ય શબ્દ સાથે છે' મૂકીને આત્મા અનિત્ય નથી, તેમ કહેવાનો આશય છે. જો કે અનિત્યનું અસ્તિત્વ હોતું નથી અને નિત્યનો અસદ્ભાવ હોતો નથી. આમ નિત્યાનિત્ય એવા બે શબ્દો દ્વારા મિશ્ર દ્રવ્યનો બોધ કરવામાં આવે છે. આત્મા તે અનિત્યવર્ગનું દ્રવ્ય નથી, તેવા આશયથી “નિત્ય છે તેમ કહીને આત્મા નિત્યવર્ગમાં સમાવેશ પામે છે, તેવી ગણના થઈ છે. જો કે નિત્ય અને અસ્તિત્વ પરસ્પર જોડાયેલા છે. જેમ હાથ અને શરીર અભિન્ન છે પરંતુ બે દ્રષ્ટિએ આ બે શબ્દોનો સ્વતંત્ર વ્યવહાર કરવો પડે છે. તે જ રીતે નિત્યત્વ અને અસ્તિત્વ એકાકાર હોવા છતાં બોધની દ્રષ્ટિએ નિત્ય છે” એમ કહ્યું છે. આ રીતે પૂર્વપક્ષના બંને પ્રશ્નોનું સમાધાન થઈ જાય છે.