________________
નથી. પ્રથમ પદમાં આત્મા છે, એમ આપણે સ્વકારી લીધું છે. આ ગાથામાં આત્માની નિત્યતા વિષે ચર્ચા છે. જે આત્મા છે, તે પોતાના ગુણધર્મથી પરિપૂર્ણ છે અને સંયોગના ગુણધર્મ સાથે તેનો કોઈ મેળ નથી. સંયોગ વર્ણ, ગંધ, રસ ઇત્યાદિ વિષયોથી ભરપૂર છે. જયારે આત્મદ્રવ્ય વિષય રહિત છે. સંયોગો અચેતન છે, જયારે આત્મા ચેતન દ્રવ્ય છે. સંયોગો પર્યાયરૂપ હોવાથી પરિવર્તન પામે છે પરંતુ આત્મા પરિવર્તન પામતો નથી. સંયોગો એકબીજાથી છૂટા પડે છે, જયારે આત્મદ્રવ્ય અખંડ હોવાથી ખંડિત થતો નથી, તો આવા ગુણધર્મથી નિરાળું, જે આત્મદ્રવ્ય છે, તેની કોઈપણ સંયોગોથી ઉત્પત્તિ ન થાય એમ કહ્યું છે, તે બરાબર છે. સંયોગો કદાચ ધારે, તો પણ આત્માને ઉત્પન્ન કરી શકે તેવું તેમાં ઉપાદાન નથી. સર્વે પર્યાયઃ ૩પ૯નાન અનુરૂપ | અર્થાત પર્યાય માત્ર ઉપાદાનને આધારે જ પરિણામ પામે છે. ઉપાદાન કારણનો અભાવ હોય, તો તેવું ઉપાદન રહિત કોઈ પણ દ્રવ્ય અન્યથા પર્યાયને પેદા કરી શકતું નથી. સંયોગોમાં પણ એવું કોઈ ઉપાદાન નથી, જે આત્માને ઉત્પન્ન કરી શકે. કોઈ કહે કે આ અગ્નિમાં ઠંડક આપવાનું ઉપાદાન જ નથી. તેનું સંપૂર્ણ ઉપાદાન ઉષ્ણતા ધર્મથી ભરેલું છે, તેથી કોઈપણ સંયોગોમાં તે ઠંડી આપી શકતું નથી. આ રીતે સંયોગો આત્માને જન્મ આપી શકતા નથી, તેથી અહીં સિદ્ધિકાર કહે છે કે કોઈ સંયોગથી નહીં જેની ઉત્પત્તિ થાય” હકીકતમાં ઉત્પત્તિ થાય જ કયાંથી ? સંયોગી દ્રવ્યો અસંયોગી એવા આત્માને ઉત્પન્ન ન કરી શકે, તે સ્વાભાવિક છે અને આવા સંયોગો એનો લય પણ કરી શકતા નથી. જે સંયોગોએ આત્માને ઉત્પન્ન કર્યો નથી, તેવા સંયોગોમાં આત્મા લય પણ શું કામ પામે ? આત્મામાં લય પામવાનું ઉપાદાન નથી, તો લય પામનાર સંયોગો વચ્ચે તે કેવી રીતે લુપ્ત થાય? આમ બંને પક્ષમાં ઉપાદાનનો અભાવ છે. અર્થાત્ સંયોગોમાં ઉત્પત્તિનું ઉપાદાન નથી, માટે આ ગાથામાં પ્રબળ રીતે બંને તર્ક ઉપસ્થિત કરી આત્મા નિત્ય જણાય છે, તેમ શ્રદ્ધાપૂર્વક ઉચ્ચારણ કર્યું છે. આત્મા પ્રત્યક્ષ તો થશે ત્યારે થશે પરંતુ અત્યારે તે નિત્ય રૂપે નિર્મળ બુદ્ધિમાં ઝબકી રહ્યો છે. શરત એક જ છે કે સંયોગોને દૂર કરી નિહાળવાની દૃષ્ટિ જરૂરી છે, માટે જ ભગવદ્ગીતામાં કહ્યું છે કે વિમૂઢનાનુપતિ પતિ જ્ઞાનવપુષઃ | અધ્યાય-૧૫/૩ અર્થાત્ જે વિષયોમાં મોહિત થયેલા છે અને સંયોગોથી ઘેરાયેલા છે, તેવા મૂઢ લોકો આ આત્માને જોઈ શકતા નથી પરંતુ જે જ્ઞાનરૂપી આંખવાળા છે અને જે સંયોગોથી ઉપર ઊઠયા છે, તેવા જ્ઞાની જીવો આ આત્માને જોઈ શકે છે.
સંયોગની વિવિધતા : આ ગાળામાં અને પૂર્વની ગાથાઓમાં સંયોગ શબ્દ બે થી ત્રણ વખત વપરાયો છે. કવિશ્રી દ્રવ્યોનું નામ લીધા વિના સંયોગ શબ્દનો પ્રયોગ કરે છે. હકીકતમાં તેમના કથનનો સાર એ છે કે કોઈ દ્રવ્યોથી તેની ઉત્પત્તિ થતી નથી અને પરસ્પર આ બધા દ્રવ્યો પણ એકબીજાને ઉત્પન્ન કરી શકતા નથી પરંતુ અહીં દ્રવ્યની જગ્યાએ સંયોગ શબ્દના આખ્યાન પાછળ થોડું તત્ત્વજ્ઞાન અને ભાવાત્મક તાત્પર્ય સમાયેલું છે, માટે આપણે આ સંયોગો શું છે ? તેની છણાવટ કરીએ.
દર્શનશાસ્ત્રોમાં બધા સબંધોની જેમ એક સંયોગ સબંધ પણ માનવામાં આવ્યો છે. તાદાભ્ય સબંધ, સ્વરૂપસબંધ, કે ગુણાત્મક સંબંધ, એ બધા સંબંધો કોઈપણ એક દ્રવ્યના આંતરગુણોનો
NilkulS\\\\\\N(૧૮૩)\\\\\\\\\\\\\\\\\\\S