________________
નિર્ણય કરનાર મનુષ્યને બે દ્રવ્યોની સ્વતંત્ર સ્થિતિનું જ્ઞાન થયું નથી, ત્યાં સુધી તેની બુદ્ધિ પદાર્થને જુદા માન્યા વિના કોઈ રીતે તત્ત્વનું ભાન કરી શકતી નથી અને જે પર્યાય જેને વશીભૂત છે, તેનો નિર્ણય કર્યા વિના એક પર્યાયને અન્યથા રૂપે બીજા દ્રવ્યનું પરિણમન માની લે છે. જ્ઞાનના પરિણમનનો આધાર દેહને માની લે છે. જ્ઞાન તે દેહને વશીભૂત હોતું નથી કારણ કે તે જ્ઞાનનો અધિકારી નથી. ફકત દેહના ઉત્પત્તિ અને લય જ દેહના વશમાં છે. ઉત્પત્તિ અને લયનું જ્ઞાન તે દેહનું ‘વશ્ય' નથી. જે જેનું વશ્ય નથી તે તેનો અધિકારી નથી. જ્ઞાન તે ચેતન દ્રવ્યને જ વશીભૂત છે. જ્ઞાન આત્મદ્રવ્યનું જ “વશ્ય' છે, તેથી અહીં શાસ્ત્રકાર સ્વયં કહે છે કે “જેના અનુભવ વશ્ય” તો જેના એટલે કોના ? અહીં જ્ઞાનને વશમાં રાખી શકે તેવો કોઈ પણ જડ પદાર્થ દેખાતો નથી અને એ અધિકારી પણ થઈ શકતો નથી. તો જ્ઞાન જેવું દિવ્ય તત્ત્વ જડને વશ્ય કયાંથી હોય ? અથવા જેને વશ્ય હોય તે દ્રવ્ય પણ જડ કયાંથી હોય? આમ પરસ્પર એમેળ છે પરંતુ જો જે વ્યકિત આ બેમેળનો સિદ્ધાંત સમજી શકે અને વશ્ય તથા વશ્યનો સાચો અધિકારી કોણ હોય શકે, તે સમજી લે, આ બંને જુદા છે અર્થાત્ જ્ઞાન અને જ્ઞાનનો વિષય પરસ્પર ભિન્ન છે, તેવું સમજી લે, તો તેના જ્ઞાનનો દરવાજો ખૂલે પરંતુ તેને જુદા માન્યા વિના આ અજ્ઞાનમાંથી નીકળવાનો અથવા સાચું ભાન પ્રાપ્ત કરવાનો બીજો કોઈ રસ્તો લાગતો નથી. શાસ્ત્રકારે ઘણી જ દાર્શનિક શૈલીમાં આ વાત કરી છે કે કેમે કરી ભાન ન થાય. “થાય ન કેમે ભાન' અહીં ખુલ્લો નિષેધ કર્યો નથી પરંતુ સંશય ભાવે આ વાતને અધ્યાર્થ રાખી છે. મતલબ એ થયો કે મુખ્ય રૂપે જુદા માન્યા વિના સાચું ભાન થતું નથી. પરંતુ “થાય ન કેમે ભાન' એમ કહેવાથી બીજો કોઈ નાનો મોટો ઉપાય હોય પણ શકે છે. સર્વથા નિષેધ કર્યો નથી. મોક્ષશાસ્ત્રમાં પણ કહ્યું છે કે તનિધિ મદ્ વા . તે સમ્યગ્દર્શન નિસર્ગ એટલે પ્રાકૃતિક રીતે પણ થઈ શકે છે, પોતાના ક્રમમાં પ્રગટ થઈ જાય છે અથવા કોઈ અધિગમ અર્થાત્ નિમિત્ત મળવાથી સમ્યગ્દર્શન પ્રગટ થઈ શકે છે. અધિગમ એ પણ એક રસ્તો છે જયારે નિસર્ગ એ સ્વાભાવિક ક્રિયા છે.
તેમ અહીં પણ એવા કોઈ ક્રમમાં જીવને ભાન થવાની સંભાવના છે અને ભાન થયા પછી જડ-ચેતનના ભેદને વધારે સમજી શકે છે, તેથી શાસ્ત્રકારે અહીં સંભાવનાત્મક શૈલીમાં “થાય ન કેમે ભાન' તેમ કહ્યું છે. કેમ કરીને ન થાય. કદાચ કોઈ કારણથી થઈ પણ શકે, તેથી અધ્યાર્થ ભાવ રાખીને અનુભવકર્તા આત્માને દેહથી છૂટો પાડયો છે. હકીકતમાં આ ભેદજ્ઞાન તે જ આધ્યાત્મિક જ્ઞાનનો પાયો છે. શાસ્ત્રકારે ‘વશ્ય’ શબ્દનો ઉપયોગ કરીને એક ગૂઢ સિદ્ધાંતનો આભાસ આપ્યો છે. વિશ્વના મૂળભૂત દ્રવ્યો સ્વતંત્ર છે. તેથી એક દ્રવ્ય બીજા દ્રવ્યને સર્વથા વશીભૂત થતું નથી પરંતુ જે દ્રવ્યો પોતાના શાશ્વત ગુણધર્મથી કમશઃ રૂપાંતરો અભિવ્યકત કરે છે અર્થાત્ રૂપાંતરો આર્વિભાવ પામે છે. શ્રીમદ ભગવદ્ગીતાની વાણીમાં કહીએ તો અચંતિ મિત્ત | જે વ્યકત નથી, ઉભુત નથી, દૃષ્ટિગોચર નથી, તેવું તે વિશ્વનું અદ્રુશ્ય તત્ત્વ યથાસમયે પોતાના ગુણધર્મને અથવા પોતાના રૂપાંતરને વ્યકત કરે છે. આવા વ્યકત થયેલા રૂપાંતરો પોતાનો કાળ પૂરો થતાં પુનઃ અવ્યકત થઈ જાય છે. અવ્યકત તત્ત્વ સિદ્ધાંતહીન નથી. આ વિશ્વમાં બધા જ ગુણધર્મો અને તેના રૂપાંતરો નિશ્ચિત છે. જે ગુણધર્મો જે પદાર્થ સાથે જોડાયેલા છે, તે ગુણધર્મો પોતાના અધિકારી દ્રવ્યને વશીભૂત છે. એટલા માટે અહીં કૃપાળુ ગુરુદેવે
(૧૬પ))