________________
વૃષ્ટિ જ્યારે બહિર્મુખ હોય, ત્યારે તે દ્રશ્યોને જુએ છે પણ વૃષ્ટાને જોઈ શકતી નથી. દૃષ્ટિ જ્યારે અંતર્મુખી થાય છે, ત્યારે દૃશ્યોથી હટીને દૃષ્ટા ઉપર સ્થિર થાય છે. દૃશ્ય કરતા દૃષ્ટાના રૂપરંગ નિરાળા છે. પ્રકૃતિ જગતમાં મૂળ તત્ત્વોને પ્રકૃતિએ સ્વયં છૂપાવ્યા છે. દ્રુશ્ય એક આવરણ છે. વૃષ્ટિ તૃશ્યમાંથી નિર્મોહ થાય, ત્યારે આંતરવૃષ્ટિ બનીને દ્રુષ્ટાના બહુમુખી ભંડારને જોઈ શકે છે. દિરમય પત્રે વિદિત સત્યસ્થ પુરવમ્ ' વેદાંતનું આ વાક્ય બહારના આકર્ષક સાધનોને આવરણ માને છે. આંતરવૃષ્ટિ તે દ્રષ્ટિનો અનુપમ ગુણ છે. વૃષ્ટિ સ્વયં જ્ઞાનમય રેખા છે. આ રેખા નિર્મળ થતાં આંતરદૃષ્ટિ બને છે. આંતરદૃષ્ટિ દ્વારા સ્થાયી અધિષ્ઠાનરૂપ ત્રિકાલવર્તી આત્મદેવના દર્શન કરવા, તે જ ગાથાનો આધ્યાત્મિક સાર્વોપદેશ છે.
ઉપસંહાર – ગાથા ઘણી જ સરળ છે પરંતુ મૂળભૂત શબ્દો દાર્શનિક તથા તત્ત્વ ગ્રાહ્ય છે. જેથી આ કડીમાં “આત્મા” અને “અસ્તિત્વ' બે શબ્દ ઉપર ઊંડું વિવેચન કર્યું છે અને પદાર્થની સત્તા તથા આત્માની સત્તા સંગ્રહનયની દષ્ટિએ એક હોવા છતાં ગુણધર્મની દૃષ્ટિએ વિભક્ત થાય છે. રૂપી દ્રવ્યોના અસ્તિત્વ વિષે વધારે તર્ક કે બુદ્ધિ ચલાવવાની આવશ્યકતા નથી પરંતુ આત્મા જેવા અરૂપી સત્ તત્ત્વને જાણવા અને માનવા માટે વિશેષ જ્ઞાનની જરૂર છે તેથી આ પદમાં કહ્યું છે કે “આપે કહ્યા પ્રકાર” પ્રકારનો અર્થ છે વિવિધ પ્રકારના પાસા, અનેક પ્રકારની રીતિ અને કેટલાક તુલનાત્મક ભાવો, આત્મતત્ત્વને સમજાવવા માટે બધી રીતનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને ન્યાયદષ્ટિએ આત્મતત્ત્વની સ્થાપના કરવામાં આવી છે. આ વાત વિશ્વાસ યોગ્ય બનવાથી શિષ્યને પણ થાય છે કે જો આંતર દષ્ટિથી વિચાર કરીએ, તો આત્મા સત્ય જણાય છે. આંતરિક વિચાર હોય, તો આત્માની સત્તા સ્પષ્ટ પ્રગટ થાય છે. દર્પણમાં જેમ મુખ દેખાય, તેમ દેહની વચ્ચે આત્મા દેખાય છે. આ ગાથાની પૂર્ણાહૂતિ આત્મસિદ્ધિનું એક–એક પગથિયું ચડતી જાય છે. તેમ તેની સાક્ષી આપે છે.
આ ગાથામાં આપણે સૈકાલિક અસ્તિત્વની ચર્ચા કરી છે અને તેની સ્થાપના કરી છે પરંતુ હજુ શંકા કરનાર આત્માના અસ્તિત્વનો સ્વીકાર કર્યા પછી પણ અસ્તિત્વ સૈકાલિક નથી પરંતુ દેહનું જેટલું અસ્તિત્વ છે તેટલું જ જીવનું અસ્તિત્વ છે, એમ કહી આત્મા શાશ્વત નથી, એવી શંકા કરે છે. આ શંકાનું આખ્યાન આપણે ૬૦મી ગાથામાં જોઈ શકીશું. અહીં આ ગાથાનો ઉપસંહાર કરીને આગળ હવે સિદ્ધિકાર સ્વયં જે પદને ઉચ્ચારે છે, તે પદનો ઉપોદ્દાત કરશું.
SMS(૧૩૮)