________________
નથી. આત્માને છોડી બીજા જે અજીવ દ્રવ્યો છે. તેને જડ શા માટે કહેવા? શું ખરા અર્થમાં આ બધા દ્રવ્યો જડ છે ? અને તે જડ હોય કે ન હોય તે પદાર્થોની જડતા તો તે દ્રવ્યોની સાથે જોડાયેલી છે. તો ત્યાં એકપણું પામવાની કોઈ શક્યતા જ નથી. અહીં સિદ્વિકારે એકપણું પામે નહીં એમ કહી શંકા કરી છે કે કઈ રીતે એકપણું પામે છે કે જેનો અહીં નિષેધ કરવામાં આવ્યો છે ? ઉપરના બધા પ્રશ્નોનો જવાબ સાચી રીતે જડ કોણ છે, તેની ઓળખમાં સમાયેલો છે.
જડતાનું રહસ્ય :– જડની સાચી ઓળખાણ કરવાથી સ્પષ્ટ થશે કે જડ ચેતનનો ભેદ શું છે ? જડતાનો અર્થ છે વિવેકશૂન્યતા, વિચારોનો અભાવ, વિપરીત પરિણતિ અને ઈચ્છા વિરુદ્ધ ફળ આપી શકે તેવા વિકારો કે વિભાવો, તે બધા ભાવોમાં જડતા ભરેલી છે. અજીવ દ્રવ્યોમાં આવી કોઈ જડતા હોતી નથી. તે પોતાના ગુણધર્મોથી પરિપૂર્ણ છે અને પોતાના નિયમાનુસાર પરિણતિ કરે છે. આત્મા સાથે તેઓ જરા પણ ભળેલા નથી. પોતપોતાની જગ્યાએ સંસ્થિત પરંતુ જીવ અજ્ઞાનના કારણે આવા બીજા દ્રવ્યો પ્રત્યે આસક્તિ રાખી વિષય ભાવોથી પ્રભાવિત થાય છે અને તે દ્રવ્યો મારા સુખનું કારણ છે, તેવી ધારણા કરે છે અને પોતે પોતાના નિર્મળ પરિણામનો વિવેક ખોઈને જેમાં જે ગુણ નથી તેવા ભાવોને ભજે છે, તે સાચી જડતા છે. આ જડતા જીવમાં એકરૂપ બની ગઈ છે. વિભાવો જે છે તે છે પરંતુ તેના પ્રત્યે આસક્તિ રાખી કડવા ફળ ભોગવવા છતાં જીવ તે આસક્તિથી મુક્ત થતો નથી, તે બહુ જ મોટી જડતા છે. આ જડ ભાવો અહંકારનું રૂપ ધારણ કરી જાણે પોતે જ અસ્તિત્વ ધરાવતા હોય અને આત્મા જેવી કોઈ ચીજ નથી તેવો મિથ્યાભાવ ઊભો કરી મિથ્યા પરિણમન કરે છે. તે આખું જડયંત્ર છે. આ જડ અને ચેતનનો સ્વભાવ એટલે ક્રિયાશીલતા બિલકુલ ન્યારી છે. વિભાવો (જડ) ક્યારેય ચેતનનું રૂપ ધારણ કરી શકતા નથી અને ચેતન ક્યારેય વિભાવ સ્વરૂપ બની શકતો નથી. બંનેનું એકપણું સંભવતું નથી. એટલે જ કવિશ્રી કહે છે કે ‘એકપણું પામે નહી' અર્થાત્ આ જડતત્ત્વ જે વિભાવ રૂપે પરિણમન કરી રહ્યું છે, તે અનંત કાળથી સાથે હોવા છતાં ક્યારેય ચેતનરૂપ થઈ શકતા નથી. ત્રણે કાળ દયભાવ અર્થાત્ બંનેનું દ્વૈત જળવાઈ રહે છે. જ્ઞાનમાં જો આ દ્વૈતપણું સમજાય તો જ અખંડ અદ્વૈત એવો આત્મા નિરાળો સ્પષ્ટ દૃષ્ટિગત થાય. ધૃતપણું પામે નહીં' તેનો અર્થ જ એ છે કે આત્મા અદ્વૈત છે, તે કોઈની સાથે ભળ્યો નથી અને અખંડ અદ્વૈત ભાવે તેનું અસ્તિત્વ જળવાઈ રહ્યું છે. માટે સિદ્ધિકાર પ્રશ્નકર્તાને કહે છે કે તમે જે જડ પદાર્થને ચેતનરૂપ માની લીધા છે. તે અહીં જડ પદાર્થનો અર્થ છે. જડભાવ એટલે વિભાવ. જે વિવેકશૂન્ય તત્ત્વોને ગ્રહીને જાણે એકપણું પામી ગયા હોય, તેના માટે આ શબ્દ છે કે ભાઈ ! તમારી અંદર જડભાવ છે, તે જુદો છે અને ચેતનભાવ જુદો છે, બંને એક થયાં નથી, બંને સ્વતંત્ર છે. તેથી જ કહ્યું છે કે ‘એકપણું પામે નહીં ત્રણે કાળ' એમ કહેવાનો અર્થ એ છે, કે તે બંને દ્રવ્યો થોડા કાળ માટે જુદા હોય અને પાછા એક થઈ જાય એવી સ્થિતિ નથી. શાશ્વત ભાવે બંને નિરાળા છે. ત્રણ કાળ શબ્દ મૂકી ભેદજ્ઞાનની રેખા શાશ્વત છે અને આ ભેદજ્ઞાન પરિપક્વ થાય, તો જ જીવ ભિન્ન તત્ત્વોથી નિરાળો બની અભિન્ન આત્માને ભજી શકે છે.
આટલા વિવેચનથી સમજી શકાશે કે કૃપાળુ ગુરુદેવ જડ કોને કહે છે ? અથવા શું કહેવા
(૧૧૯).