________________
ગાથા - પદ
ઉપોદ્યાત – પાછલી ગાથામાં દેહ અને આત્માની ભિન્નતા વિષે સિધ્ધિકારે ઘણો પ્રકાશ નાંખ્યો છે અને દેહ તથા આત્માના ભેદ વિષે જીવ કેમ અજ્ઞાત રહી જાય છે, તેના કારણો પણ સમજાવ્યા છે પરંતુ જે તર્ક આપવામાં આવ્યા છે તે તર્કને મજબૂત કરવા માટે તથા દેહવાદી પુનઃ પ્રશ્ન કરે છે, તેનો પણ ઉત્તર આપવા માટે આ ગાથાનું ઉચ્ચારણ કરવામાં આવ્યું છે. દેહવાદી કહે છે કે તમો આત્માને જે જ્ઞાનનું કેન્દ્ર માનો છે, તેને બદલે શરીરને જ જ્ઞાનનું કેન્દ્ર માનો. શરીર તે જ આત્મા છે અને શરીરનો જ્ઞાન સાથે સીધો સંબંધ છે, તેવું માનીને ચાલવાથી આત્માને અલગ માનવાની આવશ્યકતા નથી. દેહમાં જ્ઞાન નથી, તે વાતને આધારે તમે દેહને જડ કહો છો અને દેહથી ભિન્ન એવો આત્મા ચેતનતત્ત્વ છે, એમ કહો છો પરંતુ દેહને જડ ન કહેતાં દેહ સ્વયં જ્ઞાનસ્વરૂપ છે તેમ માનવાથી શું ફરક પડે છે? જ્ઞાનરૂપી અલગ તત્ત્વને માનવાની શી જરૂર છે? જ્ઞાનનો આધાર જો દેહ માનો, તો દેહથી અલગ જાણનાર કે જ્ઞાનીને માનવાની આવશ્યકતા નથી. પૂર્વપક્ષના આ પ્રશ્નોનો ઉત્તર આપવા માટે આ ગાથાનું કથન છે. પપમી ગાથામાં જ્ઞાનની વાત કરી છે અને જાણનારને ઓળખવાની અપીલ કરી છે પરંતુ જો દેહને જ જ્ઞાનનું કેન્દ્ર માનીએ, તો ભિન્ન જાણકારની જરૂર નથી. પપમી ગાથાના અનુસંધાનમાં જ આ ગાથા પ્રવાહિત થઈ છે. ચાલો મૂળ ગાથાને સમજીએ.
પરમ બુદ્ધિ કુશ દેહમાં, સ્થૂલ દેહ મતિ અલ્પ,
દેલ હોય આતમા ઘટે ન આમ વિકલ્પ પકા પરમ બુદ્ધિ કૃશ દેહમાં.. કડીના આરંભમાં જ “પરમ બુદ્ધિ કૃશ દેહમાં તેમ જણાવ્યું છે, તો હકીકતમાં બુદ્ધિ દેહમાં રહેતી જ નથી. સામાન્ય બુદ્ધિ પણ દેહમાં ન હોય તો પરમબુદ્ધિ દેહમાં હોય જ ક્યાંથી ? અહીં શાસ્ત્રકારે દેહમાં બુધ્ધિની સ્થાપના કેવી રીતે કરી ? ગાથાનો આ પૂર્વપક્ષ ઉપસ્થિત કર્યા પછી ઉત્તરપક્ષમાં તેનું સમાધાન કરશે અને તે જ રીતે બીજા પદમાં એ પ્રશ્ન છે કે “યૂલ દેહ મતિ અલ્પ'. જ્યાં સુધી દેહ બુદ્ધિનું ભોજન નથી, ત્યાં સ્થૂલ શરીરમાં થોડી બુદ્ધિ કયાંથી સંભવે? દેહ અને બુદ્ધિની આ સરખામણી કોઈ ગૂઢભાવને અનુલક્ષીને કહી છે. જેનો ખુલાસો આવશ્યક છે, જે આગળ કરશું. આગળ ચાલીને આ જ ગાથામાં શાસ્ત્રકારે દેહ તે આત્મા નથી. બીજી રીતે આત્મા તે દેહ નથી, તેમ બંને વાત વિધિ નિષેધભાવે પ્રગટ થાય છે. અહીં દેહ, તે આત્મા નથી, તેમ જણાવ્યું છે. તેનો અર્થ એમ નથી કે દેહ સાથે આત્માનો કશો સંબંધ નથી. વળી જે આ કથન છે તે ઔદારિક શરીરને દ્રષ્ટિમાં રાખીને કર્યું છે. શાસ્ત્રીય દ્રષ્ટિએ દેહ પણ પાંચ પ્રકારના છે અને તેમાંય કાર્પણ શરીર આત્મા સાથે અનાદિકાળનો સંબંધ ધરાવે છે. ત્યાં કર્મ અને આત્મા પરસ્પર વણાયેલા છે પરંતુ નિશ્ચયવૃષ્ટિએ સૂક્ષ્મ અને સ્કૂલ બધા શરીરથી આત્મા જુદો છે. દેહ આત્માનું સ્વરૂપ લઈ શકતો નથી અને આત્મા શરીરના આકારે પરિણત થાય છે છતાં પોતાના સ્વરૂપનો ત્યાગ કરતો નથી. દેહ સાથે આત્માને અનાદિ સંબંધ હોવા છતાં તે દેહરૂપ બની ગયો નથી કે બની શકતો નથી. દેહરૂપ બનવાની તેની યોગ્યતા પણ નથી. આત્મા એક
AS(૧૦૫). IN