________________
ભાન હોવાથી વિના કારણે મુકત હોવા છતાં પણ બંધાયેલો હતો. જેમાં કોઈ વ્યકિતને સ્મૃતિભ્રંશ થવાથી લાગે છે કે પોતે કયાંક જકડાયેલો છે, તેને બાંધી દીધો છે. મુકત હોવા છતાં તે બંધાયેલો છે, તેમ અહીં દર્શનમોહનીયના પ્રભાવથી નિરાળો હોવા છતાં પોતે મુકત છે, તેમ જણાતું નથી. પરંતુ આ હકીકત જ્ઞાનીને જણાય છે. વૈદ્યરાજ જાણે છે કે તે બંધાયેલો નથી પણ રોગથી બંધાયેલો છે. તેમ અહીં જ્ઞાનીને નિરાળો જણાય છે. “સર્વ અવસ્થાને વિષે ન્યારો સદા જણાય” સ્વયંને ન જણાય તો પણ જ્ઞાની ગુરુને તો જણાય જ છે અને તેથી તે પોકારીને કહે છે કે બધી અવસ્થાને વિશે તું ન્યારો છો અર્થાત્ આત્મા ન્યારો છે. અવસ્થાઓ ક્ષણિક છે અને આત્મા અક્ષયનિધિ છે. અવસ્થાના ગુણધર્મો પણ લય પામી જાય છે. જયારે આત્માના ગુણધર્મો શાશ્વત છે.
કઈ દ્રષ્ટિએ અવસ્થા અને અવસ્થાનો જ્ઞાતા આત્મા ન્યારા-ન્યારા છે ? બધા પદાર્થો સત્તાની દૃષ્ટિએ એક જ છે. સંગ્રહનયની દૃષ્ટિએ સામાન્ય ગુણધર્મના આધારે કોઈપણ બે અવસ્થા ન્યારી હોતી નથી અને બે દ્રવ્યો પણ ન્યારા હોતા નથી. પરિણામિકભાવે બધા દ્રવ્યોનો અસ્તિત્વ ગુણ સમાન છે. અહીં શાસ્ત્રકાર જ્ઞાતાને અવસ્થાથી ન્યારો જણાવીને તેનું શાશ્વત સ્વરૂપ “સદા' કહીને પ્રગટ કરી રહ્યા છે. “સદા' શબ્દ જ તેનું શાશ્વત સ્વરૂપે પ્રગટ કરી રહ્યો છે “સદા' શબ્દ શાશ્વતવાચી છે. જેમ અવસ્થા અને આત્મા જદા છે. તેમ બધી અવસ્થા પણ આત્માથી જદી છે. અહીં પ્રયોજન ન હોવાથી તે ભાવ પ્રગટ કર્યો નથી પરંતુ વિશેષ ગુણોના કારણે બધા દ્રવ્યો અને બધી પર્યાયો એકબીજાથી ન્યારા છે અને સ્વતંત્ર રૂપે ક્ષણિક અને શાશ્વત બધા ભાવોને ભજતા રહે છે. ન્યારાપણે ઓળખવાની દ્રષ્ટિ જો પ્રાપ્ત થાય તો જેમ રેતીમાં પડેલું મોતી જાણકારની નજરમાં ચમકે છે અને જાણકાર તેને મોતી માનીને ગ્રહણ કરે છે, તે જ રીતે કંકર જેવી આ બધી અવસ્થાઓને વિશે મોતી જેવો આ આત્મા ચમકી રહ્યો છે. મોતીને ઓળખનાર જ મોતીની કિંમત કરી શકે છે, તે જ રીતે તેને ગ્રહણ કરી શકે છે. સિદ્ધિકારે પણ અહીં જ્ઞાન વૃષ્ટિએ ફડચો-વિભાગ કર્યો છે અને મોતી રૂપ આત્માને ગ્રહણ કરવાની પરોક્ષભાવે પ્રેરણા આપી છે.
આ ગાથાઓના કેટલાક ગૂઢભાવોનું પણ આપણે પરિદર્શન કરીએ. ઉપરની ગાથામાં સર્વ અવસ્થાઓમાં જે ન્યારો છે, તે કોણ છે ? તેનું પ્રમાણ આપતા કવિશ્રી કહે છે કે “પ્રગટ રૂપ ચૈતન્યમય એ એંધાણે સદાય'. એંધાણનો અર્થ લક્ષણ થાય છે. સર્વ અવસ્થામાં જે આત્મદ્રવ્ય ન્યારું છે, તે કેમ સ્વીકારી શકાય ? તેના કોઈ લક્ષણો હોવા જોઈએ. અથવા એવો કોઈ ભાવ કે સ્પષ્ટ પ્રભાવ હોવો જોઈએ કે તેના દ્વારા આત્માને ન્યારો જાણીને તેનો સ્વીકાર કરી શકાય. ફૂલમાં જેમ સુગંધ છે તો આપણે ઘાણેન્દ્રિય દ્વારા તે સુગંધના અસ્તિત્વનો સ્વીકાર કરીએ છીએ. સુગંધ છે તો સુગંધનો અનુભવ થાય છે. તેમ અહીં બધી અવસ્થામાં જે ન્યારો છે એવો આત્મા છે, તો તેનો પણ અનુભવ થવો જોઈએ. જો કે આત્મા સ્વયં બુદ્ધિગમ્ય નથી, તે ઈન્દ્રિયાતીત છે પરંતુ તેના અસ્તિત્વના જે કાંઈ લક્ષણો છે, તે તો બુદ્ધિગમ્ય થઈ શકે છે. શાસ્ત્રકારે પણ અહીં આવા સ્પષ્ટ પ્રગટ લક્ષણ છે એમ કહ્યું છે.
દૂધમાં નવનીત અર્થાત્ માખણ રહેલું છે. દૂધમાં માખણનો સ્પષ્ટ અનુભવ થાય છે. કોઈપણ દ્રવ્યમાં કે તેની અવસ્થાઓમાં જ બીજું અન્ય દ્રવ્ય ઉપસ્થિત છે, તો તેના લક્ષણોથી તેની હાજરી
\\\\\(૯૧) L\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\
s
,