________________
પ્રભાવિત કરી શકે તેમ છે, પરંતુ ઘણી જગ્યાએ તેના ટીકાકારોએ અસમન્વયવાદી દાર્શનિક સિદ્ધાંતોને ઉજાગર કરી ભારતના ભવ્ય જ્ઞાનમંદિરને નકશાથી વિપરીત રીતે નિર્મિત થયેલા કોઈ મહાલયના કદરૂપા રૂપ સમાન કરી દીધું છે અને આ ધાર્મિક વૈભિન્યથી સમગ્ર માનવજાતિને કેટલું નુકશાન થશે તેનો ખ્યાલ રાખ્યા વિના કેવળ મુક્તિ માટે જ જાણે માનવજીવન હોય, તેમ વર્તમાન જીવનને અસ્કૃષ્ટ રાખ્યું છે. અસ્તુ. જો કે આ કોઈ વ્યકિતગત સાહિત્યકારનો દોષ નથી પરંતુ આ જાતની એક પરંપરા બની ગઈ છે. જેના પર પુનઃ સંપૂર્ણ ધ્યાન આપવાનો સમય આવી ગયો છે.
આ મહાભાષ્યમાં આધ્યાત્મિક વિવેચનની સાથે સાથે દાર્શનિક સમન્વયવાદનો ખ્યાલ રાખવામાં આવ્યો છે. જ્યાં દાર્શનિકવિચારમંતર છે, ત્યાં પણ સભ્ય ભાષામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હકીકતમાં તો જૈનદર્શન અનેકાંતવાદી હોવાથી કોઈપણ દાર્શનિક વિચારધારાનો કે સત્યાંશનો તેમાં સમાવિષ્ટ કરી શકાય, તેવી પૂરી વ્યવસ્થા છે. આ મહાભાષ્યમાં પણ અને કાંતવાદની આ વિશાળ દૃષ્ટિનો ખ્યાલ રાખીને તુલનાત્મક ભાવોને વ્યકત કર્યો છે અને આત્મસિદ્ધિના આંતરિક સામ્યયોગી ભાવોને ઉજાગર કરવામાં પણ ધ્યાન આપ્યું છે. હકીકતમાં તમામ દર્શનો અલગ અલગ માર્ગનું અવલંબન કરીને એક અગોચર એવા અધ્યાત્મ ભાવો સુધી પહોંચવા માટે પ્રયાસશીલ દેખાય છે. લગભગ વિરક્તિ અને વિરાગભાવ પોતાની રીતે દરેક દર્શનોએ અભિવ્યકત કર્યો છે, અને જૈનદર્શન પણ આવા એક સૂક્ષ્માતીત પરમાણુનો રાગ રાખ્યા વિના સંપૂર્ણ વિરક્તિનું અવલંબન કરીને આત્મદર્શનનો અલૌકિક પ્રકાશ કરે છે. સંપૂર્ણ આત્મસિદ્ધિ કાવ્ય આ આત્મબિંદુ ઉપર કેન્દ્રિત થઈને આત્મદર્શન કરાવે છે. પ્રત્યેક ગાથાના અધ્યાત્મ સંપૂટમાં જેને અમે રેખાંકિત કરી સારતત્ત્વ તરફ અંગુલ નિર્દેશ કર્યો છે.
ગાથાનાં ઉપોદ્દાત અને ઉપસંહારનો ઉલ્લેખ કરીને આત્મસિદ્ધિનો જે એક સળંગ પ્રારંભથી અંત સુધીનો તાર ચાલ્યો આવે છે, તેનું બરાબર અનુસંધાન કરવામાં આવ્યું છે. સરળ ગુજરાતી ભાષામાં જે આ આખો અભિલેખ છે, તેની વ્યાકરણ દ્રષ્ટિએ પણ સમલોચના કરી છે અને કવિશ્રીની ઉત્તમ કાવ્યકળાને અભિનંદિત કરી હર્ષાનુભૂતિ કરી છે. સહુથી આશ્ચર્યજનક વાત એ છે કે જેનો અહીં ઉલ્લેખ કરીએ છીએ, આ મહાભાષ્ય લખાવતી વખતે જાણે હૃદયકમળ પર મહાકવિનું પદાર્પણ થતું હોય, તેઓ સ્વયં ગાથાના ગૂઢાર્થને અભિવ્યકત કરવા માટે આંતરિક નિર્દેશ કરતા હોય અને તેમના તરફથી આવતી અંતઃસ્કૂરણાઓ જાણે અભિવ્યકિતની પ્રેરણા આપતી હોય, તેવી બરાબર અનુભૂતિ થતી હતી. આ કૃપાળુ ગુરુદેવની કૃપાવૃષ્ટિ કહીએ કેવીરપ્રભુની અનંત કૃપાનું સુફળ કહીએ.
ઘણા વર્ષોથી ચિંતિત થયેલા ભાવો અને ચિંતનક્ષેત્રની નીપજનું જાણે લણતર કરવાનો આ ઉંમરે અમોને લેખન કરી આપનારા સંત-સાધ્વીજીઓ તથા તત્ત્વપિપાસુ ભકતોએ જે અવસર આપ્યો છે અને આત્મસિદ્ધિના રહસ્યમય ભાવોને પ્રકાશિત કરવા માટે જે શ્રમસાધ્ય સહયોગ આપ્યો છે, તે અવર્ણનીય છે. વરનાચિંતન ક્ષેત્રનું આ ઝરણું કદાચ ધરાતલ ઉપર પ્રવાહિત થવું શકય નહતું. અમોને પણ હર્ષ થયો છે. આધ્યાત્મિક સાહિત્ય સેવા માટે જે અવસર મળ્યો, તેનાથી ભગવતી શારદા માતાના ક્ષેત્રમાં પગલું ભરી તેમની પણ યત્કિંચિત કૃપા પ્રાપ્ત થઈ શકી, તેવું પ્રતીત થાય છે.