________________
યોગપરંપરામાં આ. હરિભદ્રની વિશેષતા–૨
૯૯ સમ્યફ પ્રયવેક્ષણ કરવી રહી. પોતાની જાત અને જગતની વસ્તુઓ તેમજ ઘટનાઓની પ્રત્યવેક્ષણ કરવી એટલે એમાં ક્ષણિકતા અને અનાત્મતાની ભાવના કરવી. આ ભાવના એ જ વિકલ્પનાને નિરોધ; નહિ કે શૂન્યતાને નામે મનને નિષ્ક્રિય કરવું તે. કમલશીલની આ દલીલોથી પેલે હોશંગ, જે પ્રજ્ઞા પારમિતાનો અર્થ શુન્યવાદની દૃષ્ટિએ આપકલ્પનાબળે કરતો તે, નિરુત્તર થયો અને કમલશીલનો જય થયો.૬૪
કમલશીલ બેધિસત્વરૂપે પ્રતિષ્ઠિત શાંતરક્ષિતના શિષ્ય અને વિશિષ્ટ વ્યાખ્યાકાર. યોગાચાર પરંપરામાં વિજ્ઞાનવાદને વિકાસ થતાં જે વજીયાનશાખા નીકળેલી તેના એ બને ગુરુ-શિષ્ય સમર્થક. તેઓ માનતા કે મુક્તિદશામાં વિશુદ્ધ એવી ક્ષણિક જ્ઞાનસંતતિ તે ચાલુ રહે જ છે. જ્ઞાનસંતતિનો સર્વથા લોપ થઈ જ ન શકે, એ એમનો મહાસુખવાદી સિદ્ધાંત. આ સ્થળે કમલશીલની કહાણી કથવાનો ઉદ્દેશ એ છે કે હરિભદ્ર અને એ વિજ્ઞાનવાદીઓ એ બાબતમાં સર્વથા એકમત છે કે મુક્તિ યા મહાસુખ અવસ્થામાં જ્ઞાનધારા ચાલુ રહે જ છે. હરિભદ્ર એ જ્ઞાનધારા સ્થિર આત્મદ્રવ્યમાં ઘટાવે છે,૬૫ તે વિજ્ઞાનવાદીઓ એવા સ્થિર દ્રવ્યને માન્યા વિના. પણ આ બને વિચારો એટલું તો સ્થાપે જ છે કે પુરુષ, ચેતન, આત્મા યા બ્રહ્મ જે ચૈતન્યસ્વરૂપ હોય તો સર્વથા જ્ઞાનધારાવર્જિત હોઈ જ ન શકે.
(૧૦) હરિભકે “યોગબિંદુ'માં જૈન દષ્ટિએ સર્વજ્ઞત્વનું સ્વરૂપ સ્થાપ્યું છે અને કુમારિલ, ધર્મકતિ જેવાના સાક્ષાત સર્વજ્ઞત્વના વિધી વિચારેને પ્રતિવાદ પણ કર્યો છે. ૬૭ અહીં હરિભદ્ર સામે એવો પ્રશ્ન ઉઠાવી શકાય કે જ્યારે તેઓ જૈનસંમત વિશેષ-સર્વજ્ઞત્વને સ્થાપે છે, ત્યારે તેઓ મતવિશેષને પુરસ્કારે છે. આ એક અભિનિવેશ કેમ ન કહેવાય ? એમણે પોતે જ “યોગદષ્ટિસમુચ્ચય'માં સર્વ વિશેષની માન્યતાને અભિનિવેશ લેખે છોડી દઈ સામાન્યસર્વજ્ઞત્વને પુરસ્કાર કર્યો છે ને બધા જ આધ્યાત્મિક તત્વોને