________________
ધોગપરંપરામાં આ. હરિભદ્રની વિશેષતા–ર ફળસિદ્ધિમાં કાળ, સ્વભાવ, નિયતિ, દેવ, પુરુષકાર ઈત્યાદિ બધાં જ તને અપેક્ષાવિશેષે સ્થાન છે જ;૪૧ એમ કહી તેમણે એ બધી આપેક્ષિક દષ્ટિઓને વિસ્તારથી ખુલાસો પણ કર્યો છે.
(૩) ભવાભિનંદિતા યા ભેગરસનું ઘેન ઊતરવા લાગે ત્યારે જ ગાભિમુખતાનાં બીજ નખાય છે–એ વસ્તુ રજૂ કરતાં હરિભદ્ર પિતાના વિચારના સમર્થનમાં સાંખ્યાચાર્ય ગોપેન્દ્રના મંતવ્યનો નિર્દેશ કરતાં કહ્યું છે કે ગોપેન્દ્ર જેવા સાંખ્યાચાર્યો પણ શબ્દાન્તરથી એ જ વાત કહે છે. એ શબ્દાતર એટલે પુરુષ ઉપરના પ્રકૃતિના અધિકારની નિવૃત્તિ. પુરુષનું દર્શન ન પામે ત્યાં લગી જ પ્રકૃતિનું સર્જનબળ રહે છે; એ દર્શન પામતાં જ તે સર્જનકાર્યથી નિવૃત્ત થાય છે. એ નિવૃત્તિ તે જ તેની મોક્ષાભિમુખતા.૪૨ હરિભદ્ર સાંખ્યની પરિભાષા અને જૈન પરિભાષાની તુલના કરી કહે છે કે સાંખ્યો જેને પ્રકૃતિના અધિકારની નિવૃત્તિ કહે છે તેને જ જૈને કર્મપ્રકૃતિની તીવ્રતાને હાસ કહે છે.૪૩ હરિભદ્રનું આ તુલનાત્મક દૃષ્ટિબિંદુ સાંખ્ય અને જૈન પરંપરા વચ્ચે અનેકવિધ દેખાતી સમાનતાનો વિશેષ અભ્યાસ કરનારને પ્રેરક બને તેવું છે.
(૪) બોદ્ધ પરંપરાની ખાસ કરીને મહાયાનની—એક પરિભાષા સાથે જૈન પરિભાષાની સરખામણી કરી હરિભકે જે સાર તારો છે તે તેમની ઊંડી સૂઝ સૂચવે છે. મહાયાની બૌદ્ધોમાં
બોધિસત્ત્વ” પદ જાણીતું છે. જે ચિત્ત માત્ર પિતાની મુક્તિમાં જ કતાર્થતા ન માનતાં સર્વની મુક્તિનો આદર્શ રાખી તેને સંકલ્પ કરે તે ચિત્ત બોધિસત્વ. હરિભક કહે છે કે એ જ વસ્તુ જૈન પરંપરામાં “સમ્યગ્દષ્ટિ' પદથી વ્યવહારાય છે. જ્યારે કોઈ જીવ પિતા ઉપરનું તીવ્ર કલેશાવરણ ઘટતાં અને મેગ્રંથિ ભેદાતાં ગાભિમુખ થાય છે, ત્યારે તે પિતાના ઉદ્ધાર સાથે વિશ્વોદ્ધારનો પણ મહાન સંક૯પ કરે છે. જેને પરિભાષા પ્રમાણે આવો સંકલ્પ કરનાર સમ્યગ્દષ્ટિ જીવ તે જ બૌદ્ધ પરિભાષા પ્રમાણે બેધિસત્વ.૪૪ પરંતુ સાથે સાથે હરિભદ્ર