________________
૫૮ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ નીકળતું નથી. એવી દષવાળી વાણું વજીરૂપ થઈ યજમાનની હિસા કરે છે. એ વિષે નીચેની આખ્યાયિકા આપે છે –
એક સમયે વૃત્રે ઇન્દ્રનો નાશ કરવા મારામત્વને આરંભ કર્યો હતો. તેમાં રુદ્રાન્નુર્વસ્વ એટલે તું ઈન્દ્રને શત્રુ-શાતયિતા–છેદનાર થા એ અર્થ વિવક્ષિત હતા. આમાં શત્રુ શબ્દ યૌગિક અર્થમાં લેવાનું છે, રૂઢાર્થમાં નહિ; કેમકે રૂઢાર્થમાં લેવાથી અર્થનો ભેદ થશે નહિ. ઈન્દ્રનો શત્રુ કે ઇન્દ્ર છે શત્રુ જેને એવો અર્થ લઈએ તે તપુરુષ કે બહુવ્રીહિ સમાસના અર્થમાં ફેર પડશે નહિ. ઇન્દ્રને છેદનાર થા” એવો અર્થ પ્રતિપાદન કરવાને હતે; માટે “ફરાળુ' શબ્દમાં છેલ્લો સ્વર ઉદાત્ત પઠ જેઈએ; કેમકે તપુરુષ સમાસ અદાર છે, અર્થાત, એમાં છેલ્લો સ્વર ઉદાત્ત છે; પરંતુ ઋત્વિજે એ શબ્દને પહેલે સ્વર ઉદાત્ત ઉચ્ચાર્યો. આથી સમાસ બહુવ્રીહિ થઈ ગયે અને એનો અર્થ ઈન્દ્ર છે શત્રુ-કાપનાર જેને એ વિપરીત થયે. આ પ્રમાણે સ્વરના દોષથી ચજમાન જે વૃત્ર તેનેજ નાશ થયો. દુષ્ટ શબ્દ પ્રયોગ ન થાય માટે વ્યાકરણ શીખવું જોઈએ. વૈયાકરણએ વાજબી કહ્યું છે કે એક શબ્દનું પણ બરાબર જ્ઞાન થાય અને પ્રયોગ થાય છે તેથી આ લેકમાં ને પર લેકમાં આપણું કામનાઓ સફળ થાય છે. સાધુ શબ્દનો એવો પ્રભાવ છે. સાધુ શબ્દનું જ્ઞાન વ્યાકરણથી થાય છે માટે વ્યાકરણ શીખવું જોઈએ. '
લાઘવલાઘવ એટલે સંક્ષેપ. એને પણ ભગવાન કાત્યાયને વ્યાકરણનું પ્રયોજન કર્યું છે. સાધુ શબ્દ કરતાં તેના અપભ્રંશની સંખ્યા ઘણી મેટી છે. બધાં અશુદ્ધ રૂપ શીખવાનો પ્રયત્ન કરીએ તે ઘણે સમય જાય ને પરિશ્રમ પડે. શુદ્ધ શબ્દનું જ્ઞાન થયાથી બાકીના અશુદ્ધ એમ સહજ સમજાય છે. શુદ્ધ શબ્દનું જ્ઞાન વ્યાકરણ થી થાય છે માટે વ્યાકરણનું અધ્યયન આવશ્યક છે. | શબ્દશુદિ–વળી જેને વ્યાકરણનું જ્ઞાન હોય છે તે કયું રૂપ શુદ્ધ છે, અને આ સ્થળે શુદ્ધ રૂપ કેવું હોવું જોઈએ, તેને તર્ક કરી શકે છે અને તેના મનમાં એ વિષે સંશય રહેતો નથી. દાખલા તરીકે, પઢી’ શબ્દ ખરે છે કે “પદવી, પિસ્તૃત્ય” કે “પરસ્ય, “શું વાત કરે છે?” કે “શી વાત કરે છે?” “દરેક માણસ” કે “દરેક માણસે –એને નિશ્ચય વ્યાકરણ શીખેલે તરત કરી શકે છે.