________________
પ્રસ્તાવના
છે. વળી કાવ્યશાસ્ત્રના વિષયનું પણ કેટલેક અંશે નિરૂપણ કર્યું છે. રસ, ભાવ, રસાભાસ, ભાવાભાસ, અલંકાર, પ્રબન્ધના-ગદ્ય અને પદ્યના (દશ્ય અને શ્રાવ્યના)–પ્રકાર, નાટક અને તેમાંની સંધિ વિષે પણ ઘટતું વિવેચન કર્યું છે. સામાન્ય વૃત્તોની યાજના પણ ઉદાહરણ સાથે સમજાવી છે.
મુદ્રાક્ષમાં જે ભિન્નતા રાખી છે તે વિદ્યાથીને માર્ગ સુગમ કરશે એવી આશા છે. વ્યુત્પત્તિ ને ભાષાશાસ્ત્રને લગતી બાબત તેમજ એછી અગત્યના વિષય અને હિંદ-આર્ય દેશી ભાષાઓ સાથે જ્યાં મુકાબલો દર્શાવ્યો છે તે બધું છેક ઝીણું મુદ્રાક્ષરમાં છાપ્યું છે અને જેમને તે જાણવાની ઈચ્છા ન હોય તેઓએ એટલે ભાગ પડતો મૂકો. વળી વચલા મુદ્રાક્ષરમાં છાપેલા ભાગમાં પણ ગૌણ અગત્યની બાબત છે તે જાણવાની જેમની ઈચ્છા ન હોય તેમણે એ ભાગ ૫ણ મૂકી દેવો. આ પ્રમાણે ભિન્ન કક્ષાના વિદ્યાર્થીઓની ભિન્ન ચિ અને આવશ્યકતા સંતુષ્ટ કરવા સારૂ ભિન્ન મુદ્રાક્ષની યોજના કરી છે.
અગાઉ મારા આસિસ્ટન્ટ અને હાલ અમદાવાદની મહાલક્ષ્મી ટ્રેનિંગ કૉલેજમાં (સ્ત્રીઓ માટેનીમાં) નોકરી કરતા મિત્ર અમીરમિયા હદૂમિયાએ ફારસી અને અરબી ભાષા પરથી આવેલા ગુજરાતી શબ્દોની બાબતમાં મને કીમતી મદદ આપી છે, તેને માટે હું તેમનો ઉપકાર માનું છું.
જે પુસ્તકોને આશ્રય લેવામાં આવ્યો છે તેની યાદી આ સાથે લાગુ કરી છે. | ગુજરાતી ભાષાના શાસ્ત્રીય વ્યાકરણની લાંબા વખતથી ચાલી આવતી ન્યૂનતા પરિપૂર્ણ કરવામાં આ પુસ્તક સફળ થશે એવી આશા છે.
હવાડીઓ ચલે, સુરત) નવેંબર ૧૯૧૯ છે
કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી