________________
ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ આમાં રાવણની સંભાવનાને પ્રલયકાળના શિવ ને કાળ તરીકે વર્ણવી છે. “શું” ને “શકે એ ઉ—ક્ષાનાં વ્યંજક છે.
નીચેના કાવ્યમાં ઉપેક્ષા છે – “શશાંકને છેક ઘટ્યો પ્રકાશ, કે દિસે પશ્ચિમ દીશ પાસ; જાણે બજાવા ઘડી પૂર્ણ થાત, આકાશ ટાંગી ઘડીઆળ આ તે. અંધેર ટાળી ન શ શશાંક, પડ્યો શશીને શિર એક વાંક; તેને રવિદેવ તપાસ લીધે, જાણે શશીને પદભ્રષ્ટ કીધો.”
શ્લેષ--જે વર્ણન પ્રકૃતિને એટલે વર્ણ પદાર્થને તેમજ અપ્રકૃતને–અવર્ણને શબ્દના બે અર્થને લઈને લાગુ પડે તે વર્ણન શ્લેષાલંકારયુક્ત કહેવાય છે. શ્લેષ એટલે બે અર્થનું એક શબ્દમાં એક થવું. દાખલે --
ઉદય પામે છે, દિશાના માલિન્યને દૂર કરે છે, નિદ્રાને નાશ કરે છે, કિયાને પ્રવૃત્ત કરે છે; જુઓ, આ તેજને અંબાર વિભાકર ઊગે છે –
આ વર્ણન રાજાને–વણ્યને તેમજ સૂર્યને–અવર્ણને લાગુ પડે છે, કેમકે પદે શ્લષ્ટ-બે અર્થવાળાં છે.
પરિસંખ્યા--એકત્ર ત્યાગ ને અન્યત્ર નિયમ તે પરિસંખ્યા અમુક પદાર્થનું અસ્તિત્વ એક સ્થળે વર્ણવ્યું છે ને અન્યત્ર તે નથી એમ કહ્યું હોય કે સમજી લેવાનું હોય તે પરિસંખ્યા અલંકાર કહેવાય છે.
દાખલે--તે રાજાના નગરમાં મદાન્યતા હાથીઓમાંજ હતી.
આમાં બે અલંકાર છે, શ્લેષ અને પરિસંખ્યા. શ્લેષે કરીને “મદાન્યતાના બે અર્થ થાય છે. ઉત્તમ હાથીના લમણામાંથી જુવાનીમાં જે રસ નીકળે છે તેને મદ કે દાન કહે છે. આમ મદના બે અર્થ છે -૧. સુગંધીદાર રસ; ૨ અહંકાર. હાથીના લમણામાંથી