________________
પ્રમન્યઃ પ્રકાર; કાવ્યવિચાર
૪૭૭
સાથે વર્જ્ય પદાર્થને સરખાવવામાં આવે છે તે ઉપમાન કહેવાય છે. ઉપલા દાખલામાં ‘સિંહ’ એ ઉપમાન છે. જે સાધારણ ગુણને લીધે એ પદાર્થની સરખામણી કરી હાય તે સામાન્ય ધર્મ કહેવાય છે. ઉપલા દાખલામાં બળ’ એ સામાન્ય ધર્મ છે. ‘જેવા’ એ ઉપમાવાચક–સામ્ય બતાવનાર શબ્દ કહેવાય છે.
પૂર્ણોપમા—જ્યારે ઉપમેય, ઉપમાન, સાધારણ ધર્મ, અને ઉપમાવાચક, એ બધાં આપ્યાં હોય ત્યારે પૂર્ણોપમા કહેવાય છે. લુસોપમા—પરંતુ ઉપમેય આદિમાંથી એકાદ ન આપ્યું હોય તા લુસોપમા અને છે.
તે રાજા સિંહ જેવા છે--આમાં ધર્મ નથી આપ્યા, માટે ધર્મલુસા લુપ્ત।પમા કહેવાય છે.
ઉપમાના દાખલા:
–
ગતે કરીને પવન સરિખા, ગંભીરતાએ સમુદ્ર, દેહે જાણે અનળ સિરખા, શીતળતાએ ચન્દ્ર. સંગ્રામે સુરપતિ સરિખા, ગણેશ સિરખા ગુણવાન.’
ચન્દ્રહાસ—આખ્યાન, કડ૦ ૨૨મું
રૂપક—એક પદાર્થને ખીજા પદાર્થના જેવા વર્ણવ્યા ન હોય, પરંતુ તેને ખીજા પદાર્થના આરોપ કર્યો હાય, બીજો પદાર્થજ છે એમ કહ્યું હાય, તે તે અલંકાર રૂપક છે. દાખલા:મળમાં તે રાજા સિંહ છે——
આ દાખલામાં રાજાને સિંહના જેવા કહ્યો નથી, પણ સિંહનું રૂપ આપ્યું છે, રાજાને સિંહત્વ લાગુ પાડયું છે. ઇચ્છાના અંકુર મનુષ્યમાત્રમાં જન્મથી ફૂટે છે—
આમાં પણ રૂપક અલંકાર છે. ઇચ્છાના અંકુર-ઇચ્છારૂપી અંકુર.