________________
પ્રબન્ધઃ પ્રકારનું કાવ્યવિચાર ૪૬૧ મ; વર્ષ-સુરધ-દુ. ઉચ્ચારમાં બે મહાપ્રાણ બેલાય છે કે અલ્પપ્રાણ ને મહાપ્રાણ તે સ્પષ્ટ નથી માટે વ્યુત્પત્તિને અનુસારે લખવું યુક્ત છે.
પ્રાન્તિક ઉચ્ચારભેદને લીધે કેટલાક શબ્દ બે રીતે લખાય તે તેમાં વાંધો નથી.
આંખ્ય–આંખ; રાખ્ય-રાખ; છોડી-છોકરી, લેઈ લઈ કરણે-કોરાણે
પ્રકરણ ઉભું
પ્રબન્ધ: પ્રકારનું કાવ્યવિચાર ગધ, પધ, અને મિશ્ર–કઈ પણ વિષય વિષે આપણે આપણા વિચાર બરાબર અને સંપૂર્ણ રીતે દર્શાવવા હોય તો આપણે તે વિષયનાં જુદાં જુદાં પિટાં પાડી દરેકને લગતા વિચાર એગ્ય રીતે ગોઠવીએ છીએ. આવી લાંબી શબ્દરચનાને પ્રબ કહે છે. પ્રબન્ધના ત્રણ પ્રકાર છે–ગદ્ય, પદ્ય, ને મિશ્ર. જે શબ્દરચના રાગ કે છન્દ વડે ગાઈ શકાય તે પધ; ગાઈન શકાય તે ગધે, અને જેમાં ગદ્ય ને પદ્ય બંને હોય તે મિશ્ર કહેવાય છે.
પદ્ય અને કાવ્ય-પદ્યમાત્ર કાવ્ય નથી. તેમજ ગદ્ય પણ કાવ્ય હોઈ શકે છે. ત્યારે કાવ્ય એટલે શું?
કાવ્યનું લક્ષણ--પ્રાચીન કાવ્યશાસ્ત્રીઓએ કાવ્યનાં ભિન્ન ભિન્ન લક્ષણ આપ્યાં છે. કેઈએ રસને પ્રધાન ગણું રસાત્મક વાક્યને કાવ્ય કહ્યું છે કેઈએ વકૅક્તિને એટલે ચમત્કારવાળી ઉક્તિને કાવ્ય માન્યું છે કેઈએ રમણીય અર્થ ઉત્પન્ન કરનાર શબ્દને કાવ્ય કહ્યા છે, અને કેઈએ શબ્દ અને અર્થ બંનેને કાવ્ય ગુણ્યા છે. એટલું તે ખરૂંજ છે કે શબ્દ અને અર્થ