________________
પર ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ કબૂલ, મંજૂર, મજબૂત, કબૂતર, મગરૂર (મૂળ “મગ્રૂર', “મગરૂબ એ અર્થમાં શુદ્ધ નથી. પૃ૦૪૩૯ત્ની નીચેનું ટિપ્પણ જુઓ), બગ્નેિશ; વકાલત; દિલગીર (મૂળ “દિલ્મીર); દીવાન.
સામાન્ય વપરાતા શબ્દ ઉપર પ્રમાણે ભાષાને અનુસરતા જરૂરના ફેરફાર સાથે શુદ્ધ લખાય માટે પ્રચારમાં આવતા સામાન્ય ફારસી અરબી શબ્દની યાદી પાછળ આપી છે.
હૉલંડ, જર્મન, તકિ, આફ્રિકા, હૅનિબૉલ (અંગ્રેજી ભાષામાં ઉચ્ચારાતા હોય તેમ બને ત્યાંસુધી લખવા)
૩. હકારવાળા શબ્દમાં હકાર વિષે નિયમ
જેમ અનેક સ્થળે આકાર લખાય છે ને ઉચ્ચારાતા નથી, તેથી અર્થને અનર્થ થતું નથી ને અકાર ન લખવાથી ભાષાનું સ્વરૂપ કહેશું થાય છે તેમ હકાર ન લખવાથી અર્થને અનર્થ થવાને સંભવ નથી.
જ્યાં શબ્દના અનેક અર્થ છે ત્યાં પણ પૂર્વાપર સંબંધથી અર્થ સ્પષ્ટ થાય છે. હકાર લખવામાં અનેક હરક્ત નડે છે જેવી કે
(૧) અલ્પપ્રાણ વ્યંજન સાથે હકાર જોડે એ અશાસ્ત્રીય છે. સંસ્કૃતમાં વારિ જેવાં સંધિવાળાં સમસ્ત પદમાંજ અલ્પપ્રાણ સાથે હકાર જોડાયેલું જોવામાં આવે છે ને એ સ્થળે પણ વારિ કરતાં વાઘરિ લખવાને જ પ્રચાર વધારે છે. એ જ કારણથી રદ્ધા (વાર નહિ), તદ્ધિત (સહિત નહિ), વગેરે શબ્દ જોઈએ છીએ. પ્રાકૃત કે અપભ્રંશમાં અલ્પપ્રાણ સાથે હકાર જોડાયેલું જોવામાં આવતા નથી. અપભ્રંશમાં ઉપર દર્શાવેલી યાદીમાં હકાર અસંયુક્ત છે કે અલ્પપ્રાણ સિવાયના વર્ણ સાથે જોડાયેલ છે.
(૨) હમે ઉચ્ચારને કે વ્યુત્પત્તિને બરાબર મળતું નથી ને અમહે વ્યુત્પત્તિને અનુસરે છે પણ હાલના ઉચ્ચારને અનુસરતું નથી. હમે' લખી હકારને લઘુપ્રયત્ન ગણવામાં ઉચ્ચારને અનુસારે જોડણી