________________
૪૨૨ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ વાંચનારને કષ્ટ અને પરિશ્રમ પડે છે તેવી શૈલીથી દૂર રહેવું. જે બાબતે વિચારમાં જોડાયેલી હોય તે બાબતેનું વર્ણન કરનારા શબ્દ અન્વયમાં પાસે પાસે જોઈએ. સંબંધવાળા શબ્દો પાસે પાસે ન મૂકવાથી જે શબ્દની સાથે જેને સંબંધ હોય છે તે સમજાતો નથી કે સમજવામાં વિલંબ થાય છે એટલું જ નહિ, પણ અન્ય શબ્દની સાથે તે શબ્દને સંબંધ ઘટાવવાથી ઘણી વાર અર્થનો અનર્થ થાય છે. દરાન્વય અને દુર્બોધ્ય કિલષ્ટ રચના એ મેટે દેષ છે. એથી શૈલી ગુંચવણભરેલી થાય છે માટે શૈલી સરળ અને સુગમ રાખવી અને અન્વયે તરત સમજાય એમ શબ્દની યેજના કરવી.
૩. દેષ પરિહરવા––કર્ણને કઠેર લાગે એવા શબ્દ વાપરવાથી શ્રુતિકટુત્વ દોષ આવે છે. વ્યાકરણના નિયમથી વિરુદ્ધ શબ્દ જવાથી અસંસ્કારને (ટ્યુતસંસ્કૃતિને) દેષ થાય છે, અને શિષ્ટ પુરુષે ન વાપરે એવા શબ્દ વાપરવાથી ગ્રામ્યતાને દેષ થાય છે. શ્રુતિકટુત્વ, અસંસ્કૃતિ, અને ગ્રામ્યતાના દેષથી દૂર રહેવું.
૪. માધુર્ય અને સ્વાભાવિક શૈલી--શબ્દ પસંદ કરવામાં બહુ કાળજી રાખવી. મધુર શૈલી ઘણી રસિક અને કપ્રિય થાય છે, પરંતુ માધુર્ય કંઈ સંસ્કૃત શબ્દજ વાપરવાથી આવતું નથી એ લક્ષ બહાર જવું ન જોઈએ. વિષયને અને જે વાચકવર્ગ માટે તે લેખ ઉદ્દિષ્ટ હોય તેને ઘટે એવી શૈલી વાપરવી. એવા પ્રકારની શૈલીમાં શબ્દોની પસંદગી કરવામાં પૂરતું લક્ષ અપાયું હોય, શું કર્ણને પ્રિય લાગશે અને શું કઠેર ને કટુ લાગશે તે જાણવાની ઊંચા પ્રકારની રસિક્તા હોય, તે શૈલી સહજ મધુર થઈ શકે છે.
માધુર્ય લાવતાં શૈલી કૃત્રિમ ન થઈ જાય તે પર ખાસ લક્ષ રાખવું. સ્વાભાવિક શૈલીજ ઉત્તમ છે પરિશ્રમ લીધેલે જણાઈ આવે એવી કૃત્રિમ શૈલી લેકપ્રિય થતી નથી.