________________
૩૮૩
શબ્દસિદ્ધિ પામેલું સ્વરૂપ છે. હાલ જ્યાં વ્રજ ભાષા બોલાય છે ત્યાં અપભ્રંશ ઈ. સ.ના ૬૬ કે ૭મા સૈકામાં ઉત્પન્ન થઈ જૈનેના ગ્રન્થ પ્રાકૃત ભાષામાં લખેલા છે. એ પ્રાકતને અર્ધમાગધી કહે છે; કેમકે એમાં માગધી પ્રાકૃતનાં રૂપે ઠેકાણે ઠેકાણે જોવામાં આવે છે. ઘણી વખત સુધી સંસ્કૃત ને પ્રાકૃત ભાષાઓ સાથે સાથે બોલાતી લેકભાષા હતી. સંસ્કૃત નાટકમાં સ્ત્રીઓ અને અધમ પુરુષપાત્રના મુખમાં કવિઓએ પ્રાકૃત ભાષા મૂકેલી છે, તેથી એમ પણ સિદ્ધ થાય છે કે નીચલા વર્ગના ઓછા કેળવાયેલા સંસ્કૃત બેલી શકતા નહતા ને પ્રાકૃત બેલતા પણ તેઓ સંસ્કૃત સમજી શકતા હતા. એમ ન હોય તો ઉત્તમ પાત્રો સંસ્કૃતમાં ને અધમ પાત્રે પ્રાકતમાં બેલીને સંભાષણ ચલાવતાં નાટકમાં વર્ણવ્યાં છે તેમ થઈ શકે નહિ,
અર્વાચીન તદ્દભવ-સંસ્કૃત ભાષાના શબ્દો હમેશ દેશી ભાષાએમાં દાખલ થયા કરે છે. પ્રાકૃત ભાષા બોલનારાઓની અશુદ્ધ ઉચ્ચાર કરવાની કેટલીક ટેવ દેશી ભાષા બોલનારા તેમના વારસમાં ઊતરી છે. પરંતુ બંનેનાં બધાં ઉચ્ચારસ્થાનો સરખી રીતે વિકાર પામેલાં હોય નહિ. આ કારણથી જે વિકાર પામી સંસ્કૃત શબ્દો પ્રાકૃત થયા, તેનાથી અન્ય રીતે વિકાર પામી સંસ્કૃત શબ્દો દેશી ભાષામાં દાખલ થયા. આમ કેટલાક તદ્રવ શબ્દો પ્રાકૃતધારા દેશી ભાષામાં દાખલ થયા છે અને કેટલાક પાછળથી સંસ્કૃતમાંથી લાગલાજ વિકાર પામી દેશી ભાષામાં દાખલ થયા છે. પહેલા વર્ગના શબ્દ તે પ્રાચીન તદ્ભવ અને બીજા વર્ગના તે અર્વાચીન તર્જવ
પ્રાચીન તર્લિંવત-મામા -માગ; અર્ધ-દ્ધિ-શીધ; યોગ્ય-નોજેગ; કૃત્તિવા-મદિન–માટી; મુવક–ર–મેલ
અર્વાચીન તત્કવ-વર્ષ–વરસ; મા-મારગ; -સખણો; કાનપરાણુ–પરાણે
દેશી ભાષાઓ: મુખ્ય વિકારે–પ્રાકૃતમાં સંયુક્ત વ્યંજનેના જે વિકાર થાય છે તેથી વિશેષ દેશી ભાષાઓમાં થાય છે, તેમાં હિંદી, બંગાળી, મરાઠી, ને ગુજરાતીમાં જોડાક્ષરમાંનું એક વ્યંજન લોપાઈ પૂર્વ સ્વર દીર્ઘ થાય છે; સિંધીમાં એક વ્યંજન લોપાય છે, પણ પૂર્વ