________________
ભાષા: પ્રકાર
૧૧
દ્રાવિડ ભાષાના ઉચ્ચાર કમળ છે. તેમાં હકાર નથી. તામિલના લખાણમાં બ, ગ, અને દ તેમજ ત, ૫, અને ક વચ્ચે તફાવત નથી. અનુનાસિક, તાલવ્ય, અને કારનો પ્રયોગ વિશેષ છે. મૂર્ધન્ય અક્ષર પણ છે. રકારથી કેાઈ શબ્દ આરંભાત નથી. પં. નાનું તામિલમાં ‘ઈરાન, ઈરાજન થાય છે.
સામાસિક ભાષાઓમાં લિંગોને ભેદ નથી; તેમ દ્રાવિડ ભાષાએમાં પણ નથી. પુખ્ત ઉમરના મનુષ્યોનાં નામને જ લિંગ લાગુ પડે છે. સ્ત્રીનાં નામ બહુવચનમાંજ સ્ત્રીલિગમાં છે; એકવચનમાં નપુંસકમાં છે. બાળકોનાં નામ પણ નપુંસકમાં છે. ખરું જોતાં તામિલમાં બેજ જાતિ છેઃ–ઉત્તમ જાતિ અને કનિક જાતિ.
સિલોનના દક્ષિણ ભાગમાં સિંઘલીઝ નામની બીજી સામાસિક ભાષા છે.
૩. પ્રત્યયાત્મિકા–આ પ્રકારમાં ધાતુને પ્રત્યય આવી શબ્દ બને છે; તેમજ ધાતુઓની પૂર્વે ઉપસર્ગ આવે છે. ભાષાના આ વિકાસક્રમમાં, જોડેલાં અવ્યય જુદા પડી શકતાં નથી, પરંતુ શબ્દના અંશરૂપ થઈ પ્રત્યયોની ગરજ સારે છે. આ કારણથી આવી ભાષાઓ પ્રત્યયાત્મિકા કહેવાય છે.
આ વર્ગમાં ઇડો-યુરોપીઅન ભાષા–સંસ્કૃત, ગ્રીક, લૅટિન, જર્મન, વગેરે–અને સેમિટિક ભાષા-હીબુ, અરબી, વગેરે-આવે છે.
ઈડો-યુરોપીઅન અને સેમિટિક ભાષાઓમાં પ્રત્યયાત્મક ફેરફાર થાય છે તે સરખો નથી. ઈડો-યુરોપીઅન ભાષાઓમાં પ્રત્યયાત્મક વિકાર સ્વર તેમજ વ્યંજન બંનેને લાગુ પડે છે અને સેમિટિક ભાષાએમાં ધાતુના વ્યંજનોમાં ફેરફાર થતો નથી.
ઈંડો-યુરોપીઅન ભાષાઓમાં ધાતુઓ બહુધા એક સ્વરના હોય છે કે એક સ્વર અને બેત્રણ વ્યંજનના બનેલા હોય છે. સેમિટિક ભાષાઓમાં ધાતુઓ ત્રણ વ્યંજનોના બનેલા હોય છે; જેમકે, અરબી ભાષામાં ફત=મારવું; ફત=લખવું; દુબુ બોલવું. વળી સ્વરો જોડાઈ