________________
પ્રગ
૨૩૭
પ્રકરણ ૨૨મું
પ્રયોગ વિવરણ, વ્યુત્પત્તિને આધારે અગાઉ દર્શાવી ગયા તે પ્રમાણે સંસ્કૃત પ્રત્યે મિ, રસ, ને, તિ, એ અનુક્રમે પ્રથમ, દ્વિતીય, અને તૃતીય પુરુષવાચક સર્વનામ છે. ગુજરાતી પ્રત્યય એજ પ્રત્યમાંથી અપભ્રંશદ્વારા આવ્યા છે એટલે વર્તમાન કાળના પ્રત્યયોથી કર્તા વા થાય છે અને કિયાપદને પ્રયોગ કર્તરિ–કર્તાના અર્થમાં છે. ભવિષ્ય કાળના પ્રત્યય પણ, માં (ગુજરાતી સમાં) વર્તમાન કાળના પ્રત્યય મળીને થયા છે એટલે એ પ્રત્યય પણ એવી જ રીતે કર્તાનું અભિધાન કરે છે અને એમાં પણ ક્રિયાપદ કર્તરિ પ્રગમાં છે. આ પ્રમાણે ક્રિયાપદ અકર્મક હોય કે સકર્મક હોય તે પણ શુદ્ધ વર્તમાન અને ભવિષ્ય કાળમાં હમેશ કર્તરિ પ્રયોગ હોય છે, કારણ કે ઉપર સમજાવ્યા પ્રમાણે પ્રત્યય કર્તાના અર્થનું અભિધાન કરે છે.
હું પુસ્તક લખ્યું તે કામ કરશે-ગામ જશે.
આ બધા કિર્તરિ પ્રગના દાખલા છેકેમકે એમાં પ્રત્યયથી કર્તાને અર્થ કહેવાય છે.
વળી મિશ્ર કાળમાં પણ નીચેના કાળમાં કર્તરિ પ્રાગજ હોય છે
૧. અપૂર્ણ વર્તમાન–આ કાળમાં મુખ્ય અને સાહચ્યકારક, બંને ક્રિયાપદ વર્તમાનકાળમાં છે, માટે એમાં પ્રત્યય કર્તાનું અભિયાન કરે છેઅર્થાત્ ક્રિયાપદ કર્તરિ છે, જેમકે,
તું પુસ્તક વાંચે છે તેઓ આસન પર બેસે છે. - ૨. નિયમિત ભૂતકાળ–આ રૂપ વર્તમાન કૃદન્ત પરથી આવ્યું છે અને વર્તમાન કૃદન્ત ત્રીજા પુરુષ વર્તમાન કાળના બહુ