________________
ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ પામતાં મનુષ્યનું સ્વરૂપ બંધાતું ગયું તેમ તેમ તેની ભાષા પણ વધારે વધારે સ્પષ્ટ થતી ગઈ અને ખીલવા માંડી. જંગલી પ્રદેશના વાનર જેવા મનુષ્ય નગ્ન સ્થિતિમાં પિતાનાજ જેવી જંગલી સ્ત્રીઓની સાથે હાથમાં ચકમક લઈ જંગલમાં ફરતા અને આહારને અર્થે કઈ વનસ્પતિ શોધતા ત્યારે તેમને ભાષાની બહુ જરૂર નહોતી. તેમનામાં આનન્દને કે શેકને કઈ આવેશ આવતે કે તેઓ તરતજ કુદરતની પ્રેરણાથી કંઈક નિશાનીથી કે હર્ષશેકના ઉપરથીબૂમથી તે આવેશ દર્શાવતા. આરંભમાં સુધા, તૃષા, હર્ષ, શેક, આશ્ચર્ય, અને એવી એકાએક થઈ આવતી બીજી લાગણીઓ દર્શાવવા માટે વ્યવસ્થિત ભાષાની તેમને કંઈ જરૂર નહોતી. પરંતુ જેમ જેમ તેમની સ્થિતિ સુધરતી ગઈ, તેઓ વસ્તુઓનું નિરીક્ષણ કરતા ગયા અને તેના ધર્મો વિચારવા લાગ્યા, જે જે પદાર્થમાં મુખ્ય ધર્મ સરખા જોયા તે તે પદાર્થના જુદા જુદા વર્ગ બાંધતા ગયા, એક વર્ગના પદાર્થને અન્ય વર્ગના પદાર્થથી ઓળખતા ગયા, તેમના મન પર પ્રત્યક્ષ જ્ઞાનથી થયેલા સંસ્કાર સદશ વસ્તુના દર્શન કે શ્રવણથી જાગ્રત્ થતા ગયા અને એ રીતે તેમની સ્મરણશક્તિ કેળવાતી ગઈ તેમ તેમ ભાષાની વધારે વધારે જરૂર પડતી ગઈ વળી તેમના મનમાં જે વિચાર ઉદ્ભવ્યા તે અન્યને દર્શાવવાની જ્યાંસુધી જરૂર પડી નહિ ત્યાંસુધી ભાષાની બહુ જરૂર પડી નહિ; માટે ઘર, કુટુંબ, અને સમાજના બંધારણમાં જ ભાષાની ઉત્પત્તિનું બીજ રહેલું છે. આરંભમાં ભાષા ગુંચવણભરેલી, બદલાતી, અને અનિશ્ચિત હતી, તે ક્રમે ક્રમે ટેવના બળથી સ્પષ્ટ, સ્થિર, અને નિશ્ચિત થતી ગઈ
ભાષા અને અગ્નિની શોધ–કેટલાક વિદ્વાને ભાષાની ઉત્પત્તિને અગ્નિની ધની સાથે સંબંધ છે એમ કહે છે. અગ્નિની શેધથી આશ્ચર્ય પામી ચૂલાની આસપાસ બેઠેલા માણસેએ પોતાની આશ્ચર્યની લાગણી પરસ્પર પ્રત્યે ચેષ્ટા અને બૂમો વડે દર્શાવવા પ્રયત્ન કર્યો હશે અને તેમનાં મુખમાંથી અનેક પ્રકારના વનિ નીકળ્યા હશે. આ પ્રમાણે આકસ્મિક રીતે શબ્દનો આવિર્ભાવ