________________
કારકમીમાંસા
૧૫૩ એજ પ્રમાણે મેં તેને બેલા, તેણે તેને માર્યો વગેરેમાં અભિહિત કર્મ હાલ ગુજરાતીમાં દ્વિતીયામાં વપરાય છે.
બીજી કર્મણિ રચના “આય’–‘આ’ પ્રત્યયથી થાય છે તેમાં પણ અભિહિત કર્મ પ્રથમામાં આવે છે.
મારાથી ચેપડી લખાઈ (પ્રથમા)
દ્વિકર્મકનું કર્મ-દ્વિકર્મક ક્રિયાપદને યોગે પ્રધાન કર્મ અને ગૌણ કર્મના અર્થમાં દ્વિતીયા વપરાય છે.
મેં તેને પ્રશ્ન પૂછો. (તેને ગૌણ; “પ્રશ્ન પ્રધાન)
સંજ્ઞાવિચાર-કેટલાંક વ્યાકરણમાં નવીન શબ્દો ઘડી ગૌણ કર્મને અનુપસ્થ અને પ્રધાનને ઉપસ્થ કહ્યાં છે. પરંતુ એ યુક્ત નથી. પ્રાચીન પારિભાષિક શબ્દો રૂઢ થયા હોય તેને બદલે બીજા વાપરવા એ વૃથા પરિશ્રમ છે. પ્રાચીન શબ્દ ઘણાખરા અન્વર્થ અને સમીચીન હેાય છે; માટે તેજ કાયમ રાખવા યુકત છે. ઉપસ્થ અને અનુપસ્થ એ સંજ્ઞા દૂષિત છે. સ્થિતિ પરત્વે એ સંજ્ઞા પાડી છે; પ્રધાન” ને “ગૌણની પેઠે એ સંજ્ઞા અર્થપરત્વે નથી. પરંતુ સ્થિતિમાં ફેરફાર અર્થને લઈને થાય છે; જેમકે, સાધારણ રીતે મેં તેને ચોપડી આપી” એવા વાક્યમાં ‘ચોપડી ઉપસ્થ છે તે ક્રિયાપદની પાસે છે; પરંતુ કેટલીક વખત આપણે “મેં ચોપડી તમને આપી છે, તેને નહિ? એમ અર્થને લઈને કહીએ છીએ, ત્યારે ગૌણ કર્મ ક્રિયાપદની પાસે આવી ઉપસ્થ સંજ્ઞા પામવાનો પ્રસંગ આવે છે. આ પ્રમાણે એ સંજ્ઞામાં દોષ છે. “પ્રધાન” ને ગૌણ” એ પ્રાચીન સંજ્ઞા અર્થનિબંધન છે–અર્થને આધારે છે, માટે અનવદ્ય–દોષરહિત છે.
મેં તેને પ્રશ્ન પૂછ્યો” એમાં પ્રધાન કર્મને અર્થ ક્રિયાપદથી અભિહિત છે ("મેં તેને વાત પૂછીકારણ પૂછયું, માટે પ્રદાન કર્મ પ્રથમામાં આવે છે. ગૌણ કર્મને અર્થ ક્રિયાપદથી અભિહિત નથી, માટે તે અનભિહિત કર્મના અર્થમાં દ્વિતીયામાં આવે છે.
મારાથી તેને કારણ પુછાયું નહિ, ઠપકે દેવા નહિ, માર