________________
ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણુ
ઉપલા વાક્યમાં દરેક નામના સંબંધ યિાપદ સાથે છે, માટે એ બધાં નામ કારક છે અને તેની વિભક્તિ કારકવિભક્તિ છે. આમાં છઠ્ઠી વિભક્તિનું નામ નથી. છઠ્ઠી વિભક્તિ ક્રિયાપદ સાથે સંબંધ ધરાવતી નથી; પરંતુ એક નામને અન્ય નામની સાથે જોડે છે. સિંહાદિ વનનાં પશુ છે’–એમાં ‘વનનાં”ના અન્વય ‘પશુ’ જોડે છે, ‘છે,’ ક્રિયાપદ જોડે નથી. ‘વનનાંને ખદલે ‘વન્ય’ વિશેષણ વાપરવાથી એવાજ અર્થ રહેશે. આ પ્રમાણે છઠ્ઠા વિભક્તિ નામના વિશેષણ જેવી હાવાથી વિશેષણવિભક્તિ કહેવાય છે.
૧૪૦
કારકના પ્રકાર વાક્યમાં ક્રિયાના અર્થ પ્રધાન અને નામના ગૌણ છે. કારક ક્રિયાનું વિશેષણ છે અને તેના છ પ્રકાર છે:-કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અને અધિકરણ.
કો—ક્રિયાના કરનાર તે કર્યાં એ તે સરળ ને સ્પષ્ટ અર્થ છે; પણ સહજ ઊંડા ઊતરવાની જરૂર છે. પાણિનિ કહે છે કે યાને વિષે સ્વતન્ત્ર તરીકે જે અર્થ વિવક્ષિત છે તે કર્તા. વ્યાકરણમાં વિવક્ષાનું–વતાની ઇચ્છાનું ઘણું મળ છે. પણ સ્વતન્ત્ર તરીકે એટલે શું? ધાતુ જે ક્રિયાના અર્થ કહે છે તે ક્રિયાના આશ્રય તરીકે જે વિવક્ષિત હાય તે તે ક્રિયાને વિષે સ્વતન્ત્ર તરીકે, વિવક્ષિત છે એમ સમજવું. ‘તરવાર કાપે છે, આમાં કાપનાર તે માણસ છે ને તરવાર તેા કાપવાનું સાધન છે, તાપણ અહિં તેની કાપનાર તરીકે વિવક્ષા હૈાવાથી તે કર્તા છે. કાપવાની ક્રિયા ઘણી સહેલાઈથી થઈ છે એમ ક્રિયાસોકર્ય દર્શાવવાને માટે કાપનાર માણસનું કર્તૃત્વ અવિવક્ષિત છે. કાપે છે’એમાં કરણજ કર્તા તરીકે વિવક્ષિત હાવાથી એ રચના કરણુકતાર કહેવાય છે.
:
તરવાર
સ્વતન્ત્રતા—બધાં સાધનાને ચલાવનાર કર્તા હાવાથી કર્તા સ્વતન્ત્ર કહેવાય છે. કર્તાને અમુક કુળની કામના થાય છે ત્યારે તે કરણાદિ કારકા એકઠાં કરે છે; પરંતુ તે જાતે એ કાકા મેળવતા