________________
ર
ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ
એટલે સમીપતા ન હોય અર્થાત્ તે બધાં પદ ઘેાડી થોડી વાર રહીને ઉચ્ચાર્યાં હાય તેા તેથી વાક્ય બનતું નથી; માટે વાક્ય બનાવવા માટે આકાંક્ષા, યાગ્યતા, અને સંનિધિની જરૂર છે.
પ્રધાન પદ્મ અને ગૌણ પદ–ઉપર ગણાવેલાં ચાર પદમાં નામ અને આખ્યાત એ મુખ્ય છે અને નિપાત અને ઉપસર્ગ એ ગૌણ છે. નામ અને આખ્યાત એ એમાં આખ્યાત એ પ્રધાન પદ છે; કેમકે એ પદ વગર વાક્ય બનતું જ નથી. નામ પદ એ ગૌણ પદ છે. જે આખ્યાત પદને ગુણભાવે રહી નમે છે, અથવા જે પદ પેાતાના અર્થને આખ્યાત પદના અર્થમાં ગુણભાવે નમાવે છે તે એવી નામ શબ્દની વ્યુત્પત્તિ પણ નામ પદના આખ્યાત પદને વિષે ગૌણ ભાવ દર્શાવે છે.
નામ,
નામ અને ધાતુ-યાસ્ક અને શાકટાયનના મત પ્રમાણે નામમાત્ર ધાતુથી નિષ્પન્ન થાય છે. કેટલાંક નામમાં ક્રિયા પ્રત્યક્ષ હાય છે અને કેટલાંકમાં તે કલ્પવાની હાય છે એવું તેમનું મત છે. ‘કારક,’ ‘હારક,’ વગેરે શબ્દમાં ક્રિયા પ્રત્યક્ષ છે. ‘ગાય,’ ‘અશ્વ,’ વગેરે શબ્દમાં ક્રિયા કલ્પવાની છે. માત્ર યદચ્છા શબ્દમાંજ-ડિત્ય, પિત્થ, જેવા, આપણી ઇચ્છાએ ઘડેલામાંજ-ક્રિયા નથી, એમ એ વિદ્વાનનું માનવું છે.
ધાતુ એ ભાષામાત્રમાં મૂળ છે અને તે પરથીજ શબ્દો ઘડાયા છે, એમ પાશ્ચાત્ય ભાષાવિજ્ઞાનીઓને પણ સિદ્ધાન્ત છે.
નામ અને આખ્યાત-નામમાત્રમાં આમ ક્રિયાના અર્થ રહેલે છે, પણ તે ગાણુ છે. સત્ત્વ-લિંગ અને વચનનું હેાવાપણુંજ–પ્રધાન છે. આ કારણથી જેમાં સત્ત્વ પ્રધાન છે તે નામ એમ ચાસ્ક મુનિ નામનું લક્ષણ આપે છે. જેમ નામમાં સત્ત્વ પ્રધાન છે, તેમ આખ્યાતમાં ભાવ પ્રધાન છે. પાક, ત્યાગ, રાગ, વગેરે રાંધવાની, તજવાની, ચહાવાની ક્રિયાથી જે સ્થિતિ ઉત્પન્ન થાય છે તે ભાવ કહેવાય છે. ક્રિયાપદ ક્રિયા બતાવે છે, પરંતુ તે ક્રિયા ભાવના સંબંધમાં ગાણુ છે. રાંધવાની ક્રિયાનું પ્રયોજન ચોખાને વિષે પાક નામના ભાવ ઉત્પન્ન કરવાનું છે. રાંધવાની ક્રિયા બરાબર થાય છે ત્યારે પાક થયા, એમ કહીએ છીએ. આ પ્રમાણે ક્રિયા ભાવ ઉત્પન્ન કરવા માટે છે તેથી તે ભાવને ગૌણ છે, એમ