________________
૮૧
તે શુદ્ધ
શબ્દશક્તિઃ લક્ષણા, વ્યંજના ગુણ સિવાય બીજાં નિમિત્તોએ સામાનાધિકરણ્ય ઘટાવાય સારાપા લક્ષણા છે.
ઝાડ સળી ગયું છે. (ઝાડનું મૂળ, અન્વયબાધ નથી, તાત્પર્યખાધ છે. અવયવી—આખી વસ્તુ અવયવને–ભાગને માટે વાપરી છે.) ઝાઝા હાથ રળીઆમણા (હાથવાળા પુરુષો, અવયવ અવયવીને માટે વાપર્યાં છે.)
એજ પ્રમાણે અગ્ર હસ્તના અર્થમાં ‘હસ્ત' શબ્દ વાપરીએ તે તે પણ અવયવી અવયવને માટે મૂકયા છે એવી શુદ્ધ લક્ષ છે. રાજપુરુષ જતા હાય ને કહીએ કે ‘રાજા જાય છે (રાજપુરુષ), તા એ પણ શુદ્ધ લક્ષણા છે. એમાં સ્વસ્વામિભાવસંબંધ-સેવ્યસેવકના સંબંધ છે. એજ રીતે, જાતે સુથાર ન હેાય પણ સુથારના ધંધા કરતા હાય તેને ‘સુથાર’ કહીએ તે તે પણ શુદ્ધ લક્ષણા થાય. એમાં તે તેના કર્મના ધંધાના સંબંધ છે.
ઉપર કહ્યા પ્રમાણે આરોપમાં એક વસ્તુને ખીજીનું રૂપ આપ્યું હાય છે. હવે જે પદાર્થને બીજાનું રૂપ આપ્યું હોય તે પદાર્થનું નામ બીલકુલ કહીએજ નહિ ને જેનું રૂપ આપ્યું હાય તે તરીકેજ તેનું વર્ણન કરીએ તો તેને ‘ અધ્યવસાન ’કહે છે. ‘અધ્યવસાન’ એટલે તાદાત્મ્ય, તદ્રુપતા. એ પદાર્થોની એટલી બધી એકતા કલ્પી છે કે એકના બીજા તરીકેજ નિર્દેશ છે. જેમાં અધ્યવસાન હાય તે સાધ્યવસાના લક્ષણા કહેવાય છે.
લતાના મૂળમાં હરણુ વિનાના ચન્દ્ર લીન થયા છે. (લતા= શરીર; હરણ=કલંક; ચન્દ્ર=મુખ)
ભીમના મોં આગળ શત્રુ કોણમાત્ર છે? ( વીરને ભીમ કહ્યો છે. ભીમ’ શબ્દે ‘વીર’ શબ્દનું નિગરણ કર્યું છે; ‘ભીમ' શબ્દ વીર’ શબ્દને ગળી ગયા છે, ખાઈ ગયા છે, એજ અધ્યવસાન.) વંશના આનન્દ અને કુળના દીવા આવ્યો. ‘પુત્રને’ ‘આનન્દ’
૪