________________
શબ્દશક્તિઃ લક્ષણા, વ્યંજના
કલિંગ સાહસિક છે. (કલિંગના લાક) રજપુતાના શુરાતનથી ભરપૂર છે. (રજપુતાનાના લાક) ૨. ધી આપણું જીવન છે. (જીવન ઉત્પન્ન કરનાર) ૩. પિતાને પુત્રજન્મ માટે આનન્દ છે. (આનન્દજનક) ૪. શી તમારી યા? શે તમારો ઉપકાર ? ( ઉલટા અર્થમાં નિર્દયતા; અપકાર. આને વિપરીતલક્ષણા કહે છે.)
૭૯
અજહસ્યાર્થી કે અજહલ્લક્ષણા-આ ઉપલી લક્ષણાથી ઉલટી છે. એમાં સ્વાર્થના ત્યાગ થતા નથી. સ્વાર્થ રહે છે ને વધારામાં બીજો અર્થ આવે છે. અને આલંકારિકા ‘ઉપાદાનલક્ષણા’ કહે છે; કેમકે એમાં અન્ય અર્થનું ઉપાદાન-ગ્રહણ કરવું પડે છે. છત્રીવાળાએ જાય છે એમાં ‘છત્રીવાળાએ’ના અર્થ છત્રીવાળાએ અને અન્ય, છત્રી વિનાના. આમાં ‘છત્રીવાળાએ’ એટલેા સ્વાર્થ રહે છે અને ‘છત્રી વિનાના’ એટલા અન્ય અર્થનું ગ્રહણ કરવું પડે છે. ખી ઉદાહરણ નીચે પ્રમાણે છે:-~~
૧. કાગડાથી અળિદાનનું રક્ષણ કરો. (કાગડાથી અને અળિને ભ્રષ્ટ કરનાર અન્ય પ્રાણીએથી)
જહદજહસ્ત્રાર્થો—આ લક્ષણાના ત્રીજો પ્રકાર છે, એમાં સ્વાર્થના અંશે ત્યાગ થાય છે અને અંશે થતા નથી. જે વૃત્તિમાં શબ્દો અંશે સ્વાર્થને મુખ્યાર્થને તજે છે અને અંશે તજતા નથી તે વૃત્તિ જહુદજહસ્વાર્થી કહેવાય છે. આ કારણથી વેદાન્તીએ એને ભાગલક્ષણા કહે છે.
દાખલા—તેજ આ દેવદત્ત છે.
તે તું છે. (વેદાન્તીનું મહાવાક્ય)
તેજ’ એટલે તે વખતે જોયલા; ‘આજ' એટલે આ વખતે જોયલા. એ બે વચ્ચે સામાનાધિકરણ્ય-એકતા લાવવા તે વખતના’