________________
ર૧.| સામાયિક : આત્મપરિચય
સર્વજ્ઞ પરમાત્માએ જે બોધ આપ્યો તે સર્વે આત્મ હિતાર્થે આપ્યો છે. તે વિષે દર્શાવેલા વિધિ વિધાનો બહિર્મુખતા ટાળી અંતર્મુખ થવા માટે છે. તે કારણે પરભાવ/પરવસ્તુના ત્યાગી થવું, અને આત્મપરિચય કરવો. પૌદ્ગલિક પદાર્થોનો પરિચય પરમાર્થમાર્ગથી વિરુદ્ધ છે. પૌલિક પદાર્થોની મોટાઈ તેટલી આત્મપરિચયની
ઓછાઈ છે. આત્મપરિચય જેટલો ગહન છે, તેટલો સુખદ છે, તેથી બહુ મૂલ્યવાન પણ છે. મૂલ્યવાન વસ્તુનો પરિચય કરવા પૌદ્ગલિક તુચ્છ વસ્તુનો ત્યાગ કરવો જોઈએ.
આત્મપરિચયનો રસિયો જગતના પદાર્થો પ્રત્યે ઉદાસીન થાય છે. યોગ્યતા પ્રમાણે ભક્તિમાં મગ્ન રહે છે. આત્મપરિચયી સંતોનો સમાગમ કરે છે. તેમના બોધેલાં વચનોનું અનુપ્રેક્ષણ કરે છે. જેને સત્ની પ્રાપ્તિ થઈ તેવા સત્પુરુષ જ આત્મપરિચયનો ઉપાય બતાવી શકે. સુલભબોધી - સત્પાત્ર જીવ તેવા સત્પુરુષના સમાગમમાં તેની આજ્ઞાએ વર્તે છે. તે આત્મપરિચય પામે છે.
જ્ઞાનીની આજ્ઞા જીવને સ્વાધીન સુખ પ્રત્યે લઈ જાય છે. એવું આરાધન કરનાર એકનિષ્ઠ થઈ તન, મન અને ધનથી આજ્ઞાને આધીન રહે છે. સાંસારિક પદાર્થોની આસક્તિ ત્યજી, જ્ઞાનીની ભક્તિમાં તત્પર રહે છે. તે આત્મપરિચય પામવાનો અધિકારી છે.
આત્મપરિચય એટલે આત્માના શુદ્ધ સ્વરૂપનો પરિચય પરપદાર્થના સંયોગ અને તેની અવસ્થાથી ભિન્ન કેવળ જ્ઞાતા સ્વરૂપે રહેવું. અસંગ અને અમૂર્ત એવો આત્મપરિચય સત્સંગના યોગે સમજાય છે. તેમાં દઢ થવા લોકસંજ્ઞા, વ્યવહાર, કે પરિચયની મંદતા કરવી. એકાંતે નિવૃત્તિ સ્થાને સર્વસંગથી વિરામ પામી શુદ્ધ સ્વરૂપની ભાવના કરવી. ભાવનાની શુદ્ધિ દ્વારા આત્મપરિચય થાય છે.
તપ, જપ, સ્વાધ્યાય, પૂજા, ભક્તિ સર્વ અનુષ્ઠાનથી પ્રથમ ચિત્તશુદ્ધિ થાય છે, થવી જોઈએ ત્યાર પછી અંતર્મુખતા થાય છે. ત્યારે આત્મપરિચય, આત્મગુણોનો પરિચય થાય છે. આત્મલક્ષ્ય
૯૦