________________
૧૦. સામાયિક : નિરાવરણ જ્ઞાનનો અભિગમ
વર્તમાન આપણું જ્ઞાન મોહથી આવરાયું છે. તેથી આંશિક જ્ઞાનનો ક્ષયોપશમ છતાં આપણી જીવનરેખા અજ્ઞાનથી અંક્તિ થયેલી મનાય છે. કારણ કે જ્ઞાન અંશે પ્રગટ છતાં વીતરાગતાનો અંશ નથી, પરપદાર્થોમાં આપણા રાગાદિભાવ આત્મગુણરૂપ વીતરાગતાને રૂંધે છે. માટે જીવે વૈરાગ્ય ગુણને કેળવીને જ્ઞાનના આવરણને ટાળવાનું છે, તે અભિગમ સામાયિક ધર્મથી મળે છે.
સામાયિક એટલે સમભાવ જેમાં વૈરાગ્ય ગુણ નિહિત છે. વિતરાગતા અને સમભાવ એક સિક્કાની બે બાજુ જેવા છે. તે સામાયિકમાં અંશે પ્રગટ થઈ યથાખ્યાતચારિત્ર સુધી પહોંચી નિરાવરણ/ કેવળજ્ઞાનને પ્રગટ કરે છે.
જીવ સાથે ભળી ગયેલી કર્મ પ્રકૃતિમાં મોહનીયની પ્રબળતા છે. જો કે જ્યારે પ્રકૃતિઓ દબાય છે કે ઉપશમ થાય છે. ત્યારે પ્રથમ મોહનીયકર્મ પ્રકૃતિનો ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય થાય છે. તેમ તેમ જ્ઞાન નિર્મળ થતું જાય છે. કારણ કે જ્ઞાનનો ક્ષયોપશમ તો જીવ માત્રને હોય છે. જ્ઞાનાવરણીયકર્મનો સંપૂર્ણ ઉદય હોય તો જીવ જડ જેવો થઈ જાય. પૂર્ણ અંધકાર વ્યાપી જાય. માટે મોહનીયકર્મનો ક્ષયોપશમ થવો તે એક સાધના છે, અને મોહનીયનો સંપૂર્ણ ક્ષય થવો તે સાધ્યની સિદ્ધિ છે. મોહનીયનો સંપૂર્ણ ક્ષય થતાં સર્વથા આવરણ દૂર થઈ આત્મામાં કેવળજ્ઞાન પ્રગટ થાય છે. સમ્યજ્ઞાનથી કેવળજ્ઞાન સુધીની યાત્રાના મૂળમાં સર્વાત્મમાં સમદષ્ટિરૂપ સામાયિક રહ્યું છે.
આત્મજ્ઞાનનો ઉદય એટલે મોહનીયનો અસ્ત, મોહનીયનો ઉદય એટલે આત્મજ્ઞાનનો અસ્ત.
સામાયિક દ્વારા જીવ જ્યારે સાવદ્ય પાપવ્યાપારથી નિવર્તે છે, નિરવદ્ય યોગોનો સેવન કરે છે, ત્યારે આંતરશુદ્ધિની ભૂમિકા રચાય છે. એ આંતરશુદ્ધિ એટલે જ્ઞાન અને આનંદ જે આત્મામાં રહેલા છે તેની જ રમણતા છે. તે વિકસીને સચ્ચિદાનંદરૂપે પ્રગટ થાય છે.
સંસારી જીવો પાસે આ આત્મશુદ્ધિ નથી તેથી સુખ કે આનંદ
૭૮