________________
હતો. લંકાનગરી સુવર્ણની હતી. અંતઃપુર સુખ સામગ્રીથી ભરેલું હતું છતાં સીતાએ રામને જ સર્વસ્વ માન્યા. રાવણનો ત્રાસ સહન કર્યો. રામે પણ અતિ કષ્ટ સીતાને શોધીને જીવ સટોસટ યુદ્ધ કર્યું, સીતાને રાવણના સકંજામાંથી મુક્ત કરી. તેમ જીવ દેહના ઈન્દ્રિય જનિત સુખોના પ્રલોભનોમાં ન પડે, સંયમનું થોડું કષ્ટ સહન કરે તો સ્વભાવરૂપ ધર્મરાજા તેને સંસારના દારૂણ દુઃખમાંથી છોડાવે. માટે તારે સર્વજ્ઞના વચનને પ્રમાણ માનવું કે તું દેહ નથી પણ આત્મા છું.
જગતમાં જીવો પોતાના નામ અને રૂપનો ગર્વ સેવે છે, તેમના ગર્વને ગાળવા અરિહંત તીર્થંકરના બાર પુણ્યાતિશયો યુક્ત નામનો મહિમા જાણે, તેમના રૂપને જુએ કે સાંભળે તો તેને સમજાય કે તેનું નામ આ જગતમાં જાણવાવાળા કેટલા? અને જાણીને પણ શું લાભ ? ક્ષણિક રાગ કરે કે દ્વેષ ! આવી ક્ષુદ્રતાવાળા નામનો ગર્વ શું?
વળી તારું રૂપ ૫ વર્ષે ૧૫ વર્ષે ૨૫ વર્ષે ૫૦ વર્ષે અને ૭૦૮૦ એ તો કેવું બદલાઈ જાય ! તને જ આશ્ચર્ય થાય કે ક્યાં યુવાનીનું રૂપ અને ક્યાં આ બુઢાપો ?
પ્રભુનું રૂપ કેવું ! “ઈન્દ્ર ચન્દ્ર રવિ ગિરિ તણા ગુણ લઈ
ઘડીયું અંગ લાલરે." આવા ઉત્તમ પદાર્થોથી પણ ઉત્તમ, ચંદ્રથી શીતળ, સૂર્યથી પણ પ્રકાશિત, સાગરથી પણ ગંભીર. કહે ભાઈ ! હવે તારા રૂપ અને ગુણનો ગર્વ કરવા જેવો છે?
પુણ્યના શુભયોગમાં મળેલી સામગ્રીમાં ગળાબૂડ થયેલા જીવોએ પ્રભુના આઠ પ્રતિહાર્યની રચના જાણવા જેવી છે. ક્યાં તારી મુદ્ર સામગ્રી અને ક્યાં આઠ પ્રાતિહાર્યો? પુણ્યમાં રાચનારા કરોડપતિને પોતાનું સુખ સારું લાગે છે, વસ્તુ સસ્તી લાગે છે. રોડપતિને પોતનું દુઃખ સારું લાગે છે. વસ્તુ બધી મોંઘી લાગે છે. - એક કરોડપતિ એના સુખમાં મસ્ત છે. તેને પેલો રોડપતિ આવીને કહે કે “સાહેબ હમણાં તો અનાજ બહું મોંઘું છે. કરોડપતિ એને કહે છે કે અનાજ મોંઘુ છે તો લીલા સૂકા મેવા અને ફળ ખાજે. અમે સાંજે
૭૩