________________
તેમાં હાનિ નથી. શક્તિ રહિત મનુષ્યનો આત્મા જાગૃત થતો નથી. માટે શરીરનું યોગક્ષેમ કરીને પણ આત્માને જાગૃત કરવો. તેના ઉપાયમાં ઈન્દ્રિય સંલીતનતા : વિષયો પર નિયંત્રણ કરવું. કષાય સંલીનતા : કષાયો પર વિજય મેળવવો. યોગ સંલીનતા મન, વચન અને કાયાની પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવી. વિવિક્ત સધ્યાસન : એકાંત સ્થાનમાં રહેવું. સૂવું.
ભાવના : શુભા શુભની દૃષ્ટિએ ભાવનાનો અર્થ વાસના કે સંસ્કાર. મનુષ્ય જેવી ભાવના રાખે છે તેવો થાય છે તે જે કંઈ કરે છે તે ભાવનાનું પુનરાવર્તન છે. ભાવના વડે જાતને સંસ્કારી બનાવવી, જ્ઞાન દ્વારા તેનો પ્રત્યક્ષ અનુભવ કરવો. ભાવના એ વિકાસ નથી. અનુભવનું દ્વાર છે. ધ્યાનના અભ્યાસમાં ભાવનાનું મહત્વનું સ્થાન છે. ભાવનારૂપી નૌકાથી ચિત્તને સાધ્યનો અનુરૂપ કરી ભવસાગર તરી શકાય છે. માટે ધ્યાનની પૂર્વે અને પાછળ સાધકે ભાવનાઓનું સતત સ્મરણ કરવું. એમાંથી આત્મશક્તિ વિકસિત થાય છે. મન તરૂપ થઈ મિથ્યા ધારણાઓથી મુક્ત થાય છે. અને સત્યદિશા તરફ અનુગમન કરે છે. પછી સાધકને યોગ્યકાળે પ્રત્યક્ષ અનુભવ થઈ જાય છે.
એક સાધક પીપળાના ઝાડ નીચે વિશ્રામ કરતો હતો. એક પાંદડું તૂટીને તેના પર પડયું. બોધ થઈ ગયો, કે હું પણ એક દિવસ આ શરીરને ત્યજી દઈશ, પડીશ. મરતી વખતે જીવ શરીરને છોડે છે પણ વાસનાને છોડતો નથી. તેથી મરીને પાછો વાસનાની આસપાસ પેદા થાય છે. બીજાઓથી પોતાને જૂદો જોવો તે એકત્વ છે. અને પોતાથી બીજાઓને ભિન્ન જોવા તે અન્યાય છે. યોગ-વિયોગમાં જાતને જોડી ન દેવી અને જીવવું તે અન્યત્વ ભાવનાનું ધ્યેય છે. જન્મ અને મૃત્યુ પછી જેનું અસ્તિત્વ અખંડ રહે છે તેની શોધ કરવી તે બોધિ છે.
આમ શુભ બાર ભાવનાઓમાં રમણ કરતો સાધક આ જીવનમાં મુક્તાનંદનો સ્પર્શ કરે છે. તેના કષાયાગ્નિ શાંત થાય છે પરદ્રવ્યોની આસક્તિ નષ્ટ થાય છે. બોધ પ્રજ્વલિત થાય છે. અજ્ઞાનદૂર થાય છે. માણસ ધન પરિવાર પત્નિ, પુત્ર, મિત્ર, મકાન વગેરે સાધનોને મમત્વને
૨૧૪