________________
સંયમ, સમતા સંવર કરે. પછી એવી ક્ષણ-આવશે કે બાહ્યમાં નિષ્ક્રિય અને અંતરમાં પૂર્ણ જાગૃતઃ એ જ શુધ્ધાત્માની ઉપલબ્ધિ છે.
અહિંસા : મહાવીરે કહ્યું મારી આજ્ઞા જ અહિંસા છે. અહિંસાનિર્મળપ્રેમના અભાવે માનવ જગત શાંતિથી જીવી નહિ શકે. હું અને મારું તે સંકુચિત દૃષ્ટિ છે અશાંતિનું મૂળ છે.
સત્ય ઃ સ્વભાવ સત્ય છે વિભાવ અસત્ય છે. સત્ય સીમાબધ્ધ નથી. સાર્વજનિક છે. જેમના રાગ દ્વેષ મોહ નષ્ટ થાય છે તેમનું જ્ઞાન અતીન્દ્રિય છે તે સત્યનું ઘટક છે.
અચૌર્ય : વગર પૂછે કે આપેલુ લેવું નહિ તે સ્થૂળ અર્થ છે. સુક્ષ્મપણે વિચારીએ તો આપણું શુ છે ? આપણી ચેતનાના અસ્તિત્વ શુ સિવાય બધું જ પારકું છે. સાધકે જોવું પડશે કે તેનું શું છે. એક પરમાણું પણ તારું નથી. છતાં કેટલી વસ્તુઓને મારી માની રહ્યો છું. પોતાના અસ્તિત્વમાં પ્રવેશ નહિ કરે ત્યાં સુધી અચૌર્ય સિધ્ધ નહિ
થાય.
બ્રહ્મચર્ય : આત્મા કે પરમાત્મામાં વિચરણ. વ્યક્તિ જ્યારે આત્માના વિચરણ બહાર નીકળે છે ત્યારે તેનું બ્રહ્મચર્ય સુરક્ષિત નથી.
અપરિગ્રહ : પરિગ્રહ માનસિક મલિનતા છે પવિત્રાનો વાસ અપરિગ્રહમાં છે. અસંતુષ્ટ માનવ વારંવાર જન્મમરણ કરે છે. તેના મૂળમાં પરિગ્રહની મૂર્છા છે.
આત્માના સૂક્ષ્મ સ્પંદનનું અનુમાન કરવું મુશ્કેલ છે. મનાદિની બાહ્ય ચેષ્ટા વડે તેની પ્રતિક્રિયાઓ જાણી શકાય છે. શરીર વાણી અને મન તેની વ્યાપાર પ્રવૃત્તિને યોગ કહેવાય છે, તે યોગ સ્થૂળ છે તેનાથી સૂક્ષ્મ પ્રવૃત્તિઓનો પરિચય થાય. પરંતુ આત્મા અમૃત છે. એટલે તે સ્થૂળ પ્રવૃત્તિઓ વડે જાણી ન શકાય.
પ્રવૃત્તિમાં માત્ર ચંચળતા છે. નિવૃત્તિ જ સ્થિરતા છે, ત્યારે આત્મા તેના સ્વરૂપમાં સ્થિર થઈ શકે છે. ત્યાં શારીરિક આદિ સર્વ ક્રિયાઓનો નિરોધ થઈ જાય છે તે સ્થિતિમાં પુદગલોનું ગ્રહણ અને પરિણામ છૂટી જાય ત્યારે આત્મા મુક્ત થઈ જાય છે. હવે સંસારમાં
૨૧૦