________________
શ્રુતમ્
આત્મા શાશ્વત સુખનું ધામ છે. મિથ્યાત્વમાં અટક્યો. પરિભ્રમણમાં ભટક્યો.
રેતીમાંથી તેલ ન નીકળે પરપદાર્થથી સુખ ન મળે વનમાં ઘર ન મળે તેમ પર પદાર્થથી સુખ ન મળે.
રણની જમીનમાંથી પાણી ન નીકળે. આકાશમાં કુસુમની સુગંધ ન મળે. પર પદાર્થથી સુખ ન મળે. દુઃખમાંથી મળતી રાહત તે સુખાભાસ
જે જિનવચનને આરાધે તેની ભવભાવઠ ભાંગે.
દેહ એ આત્મા નથી, આત્મા દેહાતીત છે આત્મા અતિન્દ્રિય ગુણનું નિધાન છે.
પુનરૂક્તિ એ અતિસ્પષ્ટતા કરવા માટે છે.
બંધ પડેલી ગાડીને ચાલતી ગાડી ખેંચે, તેમ આપણી સુષુપ્તચેતનાને જ્ઞાની આગળ લઈ જાય.
સંતોની વાણીમાં એવુ અમૃત છે. તે સાધકને મુક્ત કરે છે.
સાગરનું પાણી અને ખાબોચિયાનું પાણી તફાવત છે. સાગરનું પાણી ખારું છે. ખાબોચિયાનું મીઠું છે.
ઈશ્વર લાકડા, પથ્થર, સોનું, ચાંદી, આરસમાં નથી રહેતા પણ માનવીની શ્રદ્ધામાં રહે છે. જેની શ્રદ્ધા દેઢ છે ત્યાં પ્રભુનો વાસ છે.
આપણે આપણા દુઃખનું કારણ બહાર શોધીએ છીએ. જેમ ચશ્મા પર બેઠેલી માંખને ન જોતા કોઈ વ્યક્તિ ચાના કપમાં માંખી જોઈ ચાને ફેંકી દે છે. પણ ચશમા પરની માંખ જોતો નથી.
કાંટાથી કાંટો નીકળે, અશુભભાવ શુભભાવથી જાય.
સંગીનું કોઈ નથી સૌ સ્વાર્થયુક્ત છે વીતરાગીનું વિશ્વ છે, કારણકે નિસ્પૃહ છે. ધરતી પર નાના મોટાનો ભેદ જણાય છે. ફલાઈટમાં ઉંચાઈથી નીચે જૂએ ભેદ ન જણાય, તેમ ગુણોમાં ઉંચે
૨૦૨